Mari Janudi Na Lagan Lyrics in Gujarati | મારી જાનુડીના લગન લિરિક્સ ગુજરાતીમાં

 
| મારી જાનુડીના લગન લિરિક્સ ગુજરાતીમાં 
 
હે જાનુડી ના ઘેર થી અમે રહીયે થોડા છેટા 
મારી જાનુડી ના ઘેર થી અમે રહીયે થોડા છેટા 
દૂર થી જોયુ તો ફૂટે રોકેટ ને ટેટા 
હો ગોણા રે ગવાયશે માંડવા નખાયશે 
દૂર થી જાનુ કોક ને પગે લાગેશે 
જાનુડી ના ઘરે ઢોલ વાગેશે...(૨)
ચોકસ જાનુડી ના લગન લાગેશે
મારી જાનુડી ના ઘેર ઢોલ વાગેશે 
ચોક્કસ જાનુડી ના લગન લાગેશે ...

હો હમણાંથી જાનુડી ના દીદાર બદલાયા
મારા થી છોનું રાખી મેમાન બોલાયા 
હો ઓ ઓ નાતો  કંકોતરી નાતો ચોખા મોકલાવ્યા 
મારી હામે બોલવાના એને સબંધ એને કાપ્યા 
હો પોઠિયો ચોળાયશે શરણાયુ હમભળાયશે
હોભળીને કાળજે ઘા વાગેશે 
જાનુડી ના ઘેર ઢોલ વાગેશે 
મારી જાનુડી ના ઘેર ઢોલ વાગેશે 
ચોક્કસ જાનુડી ના લગન લાગેશે ...(૨)

હો ઓ મારી જગ્યા એ બીજો લઈ ને જોન જાશે
નોતી ખબર જોન આવી રાબ ઘાડશે 
હો ઓ મારા ભાગ નો પ્રેમ બીજે દાન ન થાશે 
મારા જેવો પ્રેમ એને બીજો કોણ આપશે
દાડે દુઃખ થાય શે આંખો ઉભરાયશે 
છેલ્લે આશિક મોઢુ જોવા માંગેશે 
જાનુડી ના ઘરે ઢોલ વાગેશે...(૨)
ચોક્કસ જાનુડી ના લગન લાગેશે
મારી જાનુડી ના ઘેર ઢોલ વાગેશે 
ચોક્કસ જાનુડી ના લગન લાગેશે
 


 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »