Mara Nomnu Chhonu Ae Sindur Bhare Se Lyrics in Gujarati | મારા નોમનું છોનું એ સિંદૂર ભરે સે લિરિક્સ ગુજરાતીમાં

Mara Nomnu Chhonu Ae Sindur Bhare Se - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor (Vayad) & Pankaj Mistry
Label : Ekta Sound
 
Mara Nomnu Chhonu Ae Sindur Bhare Se Lyrics in Gujarati
| મારા નોમનું છોનું એ સિંદૂર ભરે સે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો એના હગપણની વાતો એના ઘરના કરે છે
એના હગપણની વાતો એના ઘરના કરે છે
આવી વહમી વાતો આખા ગોમમાં ફરે છે
પરણી તો નહી શકે એ મારા પર મરે છે

હો આવી વાતો સાંભળીને મારો જીવ બળે છે
હાચી વાતો કેવામાં મારાથી ડરે છે
પરણી તો નહી શકે હાચો પ્રેમ કરે છે
હો એને ને મારે ભલે થયું હોય છેટું
બીજાની નહિ થાય ખાનારી મારા એંઠું
એને ને મારે ભલે થયું હોય છેટું
બીજાની નહિ થાય ખાનારી મારા એંઠું

હો સગાઇ કરવા એના ઘરવાળા મજબૂર કરે છે
મજબૂરીમા એતો આવું પગલું ભરે છે
મારા નામનું સોનું એ સિંદૂર ભરે છે
હો પરણી તો નહી શકે એ મારા પર મરે છે

હો હવારે ઉઠીને વિડીયો કોલ કરતી
મોઢું મારું જોયા પછી ચા પોણી કરતી
હો એના ચોઈસના મને કપડા એ પહેરાવતી
મોંઘી ઘડિયાળો મારા માટે મોકલાવતી

હો જુદી વાતો હોતી મારા જોડે એતો રહેતી
જબર જોડી જોમે એવું વસ્તી આઈ કેતી
જુદી વાતો હોતી મારા જોડે એતો રહેતી
જબર જોડી જોમે એવું વસ્તી આઈ કેતી

હો આજે બીજા જોડે ફોટો એનો સ્ટેટસમાં ફરે છે
હેપી એંગજમેન્ટ લખી લોકો વિશ કરે છે
પરણી તો નહી શકે એ મારા પર મરે છે
બીજાને પરણી તો નહી શકે જીગાને પ્રેમ કરે છે

હો નથી એની ભૂલ આતો નસીબના ખેલ છે
નહી જોઈ શકું જ્યારે હાહરે એને મેલશે
હો ભલે આજ સગાઇ ની વેટી એને પેરી
નહી ચડે મારા વગર કદીયે એતો ચોરી

હો બીજા હારે જો લગન એતો કરશે
ત્યારે મારો પ્રેમ કરેલો લજવાસે
બીજા હારે જો લગન એતો કરશે
ત્યારે મારો પ્રેમ કરેલો લજવાસે

હો એના વગર એનો આશિક આજે ગમ માં ફરે છે
એ જોણતી હશે વાતનો ભરોસો મને છે
પરણી તો નહી શકે એ મારા પર મરે છે
બીજાને પરણી તો નહી શકે એ મારા પર મરે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »