Mahakali Maa Ni Stuti Lyrics in Gujarati | મહાકાળીમાંની સ્તુતી ગુજરાતીમાં

Mahakali Maa Ni Stuti - Ruchita Prajapti
Singer : Ruchita Prajapati , Lyrics : Baldevsinh Chauhan
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
 
Mahakali Maa Ni Stuti Lyrics in Gujarati
| મહાકાળીમાંની સ્તુતી ગુજરાતીમાં 
 
જય હો તારો માઁ, જય હો તારો માઁ 
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના 

તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી 
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના 

અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો  
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો 
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો 
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના 

કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું 
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું 
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો 
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે 
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે 
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે 
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે 
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે 
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં 
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા 
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા 
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે 
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

આધાર એક તારો છે માઁ એક તારો આશરો 
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો 
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું 
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું 
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના 
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »