Jhanjariyu Lyrics in Gujarati | ઝાંઝરીયુ લિરિક્સ ગુજરાતીમાં

Jhanjariyu - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Music : Chirag Goswami
Lyrics : Aarav Kathi , Label - Saregama India Limited
 
Jhanjariyu Lyrics in Gujarati
| ઝાંઝરીયુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હોનાનો સે ભાવ ઘણો ઝાઝો
ઝાંઝર માટે તમે ના રે બાઝો
ધરાઈને ધાન તમે ખાજો
સાંજ સુધી કરું ગાજો વાજો

હે હોના મૂલવે રે મુ લાવું તારું ઝાંઝરીયું
હે હોના મૂલવે રે મુ લાવું તારું ઝાંઝરીયું
હે મારી ગોંડીને ગમે છે ઝેણી ઝાંઝરીયું

હે પાકેલા પાક ઠપકારી દયું
અનાજની બોરીઓ ભરાઈ દયું
ભાવો ભાવ રે તોલાવું તારી ઝાંઝરીયું
હે મોંઘી મગફળી વેચીને મૂ લઉ ઝાંઝરીયું
હે ઝાંઝરની કોરે કોરે મેલાવું ઘુઘરીયું

કે હોના મૂલવે રે હારે હોના મૂલવે રે
અરે હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું

હો બાળશો ના રે પેટ તને લાઈ આલુ ભેટ
એ આજનો દાડો ગોંડી મારી કરી જોને વેટ
એ આજ રોકડા છે ના ચેક ગુસ્સા પર કરો બ્રેક
આજ તો અડી જઉ હોનિડા ની બજારુ માં ઠેક

કે દીધેલા કોલ હું નીભાઉં હોંશે હોંશે હું તો લઉં
ઝેણા મોરલા રે ટંકાઉં લાવું ઝાંઝરીયું
એ હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું
હે મારી ગોંડીને ગમતી ઘડાવું ઝાંઝરીયુ
એ હોના મૂલવે રે હા હોના મૂલવે રે
હાજી હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું

હે તાર હોમે હોનું ધૂળ તારા પગે પાથરું ફુલ
હોનાથી હવાયા તારા હરખ ના રે મુલ

અરે તું ઝેણું ઝેણું મલકે તને બેહાડું હું પલકે
આ રાજાની તમે રાણી છો છો બધાથી હટકે
હે પેરીન મનડા વારો રે સખીઓને ભડકે બાળો રે
આરવ કાઠી કે વગાડો કે આપણું ઝાંઝરીયું

હે મારી ઝમકુ માટે હોર્યું મેતો ઝાંઝરીયું
હા હોના મુલવે રે મુલવાયું તારું ઝાંઝરીયુ
એ હૈયાના હેતે રે મારા હૈયાના હેતે રે
અરે હૈયાના હેતે રે પેરાવું તને ઝાંઝરીયું 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »