Jato Raheshe Jiv Lyrics in Gujarati | જતો રહેશે જીવ લિરિક્સ ગુજરાતીમાં

 

Jato Raheshe Jiv - ishan Raval
Singer : Kishan Raval , Lyrics : Rajvinder Singh
Music : Yash Limbachiya , Label : Jhankar Music 
 
Jato Raheshe Jiv Lyrics in Gujarati
| જતો રહેશે જીવ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આંખો બંધ કરું તોય તમેજ દેખાવશો
કેમ રે ભૂલાવું તમને બહુ યાદ આવોશો
હો જોવુ છુ રાહ હુતો કયારે તમે આવશો 
હજુ મારી આંખો ને કેટલુ રડાવશો...(૨)
હો જતો રેશે જીવ શુ ત્યારે તમે આવશો
મારો જતો રેશે જીવ શુ ત્યારે તમે આવશો... 

હા દિન રાત આંખો મારી યાદો માં રડતી
દર્દ થી આ દિલ ને રાહત નથી મળતી 
હો કર્યો જેને પ્રેમ એને ફરક ના પડે કોઇ 
સાચા પ્રેમીઓ ને ચાહત નથી મળતી
હો આમ હજી તમે મને કેટલુ તડપાવશો 
હજુ મારી આંખો ને કેટલુ રડાવશો...(૨)
હો જતો રેશે જીવ શુ ત્યારે તમે આવશો...(૨) 

હો નોતા તમે આવા હવે બદલાયા કેમ રે
હતો એ પ્રેમ કે હતો મારો વેમ રે
હો મને પ્રેમ કરવાની આપી છે સજા તમે 
પ્રેમ ના નામ પર પીધા અમે ઝેર રે
હો જીવતે જીવ શુ મને મારી નાખશો
હજી મારી આંખો ને કેટલુ રડાવશો...(૨)
હો જતો રેશે જીવ શુ ત્યારે તમે આવશો...(૩) 
 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »