Gori Tamari Janu Aave Lyrics in Gujarati | ગોરી તમારી જાનુ આવે લિરિક્સ ગુજરાતીમાં

Gori Tamari Janu Aave - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor , Lyrics :- Jaswant Gangani
Music :- Vishal Vagheshwari , Label :- ‪Studio Saraswati‬ 
 
Gori Tamari Janu Aave Lyrics in Gujarati
| ગોરી તમારી જાનુ આવે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ગોરી તમારી જાનુ આવશે કાલ
ગોરી તમારી જાનુ આવશે કાલ
કે જોજો આંખમાં આંસું નાં આવે લગાર

મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ
કે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ
હે વ્હાલા તમને અરજ કરું છેલ્લી વાર
કે યાદ કરી રોજ જીવનાં બાળશો લગાર
જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ
હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ

હે રંગ રૂપાળા પાનેતરમાં
લાગો છો ખૂબ તમે પ્યારા રે
કે લાગેનાં કોઈની નજરું તમને
આશિષ દિલથી અમારા રે

હે કાળજુ કકળે મનડું તડપે
અંતર આગના અંગારા રે
કે હૈયાનો દરિયો તોફાને ચડીયો
કેમ રોકું હું આંસુ ધારા રે

હે દુહાઈ તમને મારા નામની આજ
હંભાળી લેજો આ વખત કુટુંબને કાજ
કે પરીવારની પાઘડીયું છે અણમોલ માણારાજ
હે જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ

હે હાથ જોડીને માંગુ રે એટલું
વચન આજ એક આપજો
કે મારા લીધે કદી જીવનમાં તમે
અવળું પગલુંના ભરજો

હે બોલે બંધાઉ કોલરે આલું
હૈયાને ધરપત આપજો
કે આપણી પ્રીતને દાગ નઈ લાગે
એટલો ભરોસો રાખજો

હે ભૂલ અમારી કરજો અમને માફ
કે વળી વળી ને જોડું તમને હાથ
હે બીજા ભવમાં તમારી વાટું અમે જોશું માણારાજ
હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ
બીજા ભવમાં તમારી વાટું અમે જોશું માણારાજ
ફેરા લેજો માણારાજ વાટું અમે જોશું માણારાજ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »