Dikra Gharni Vaat Kahu Lyrics in Gujarati | દિકરા ઘરની વાત કહું લિરિક્સ ગુજરાતીમાં

 Dikra Gharni Vaat Kahu
Singer : Kaushik Bharwad & Mittal Rabari
Music : Dhaval Kapadiya , Lyrics : Pravin Ravat
Label  : Soorpancham Beats
 
Dikra Gharni Vaat Kahu Lyrics in Gujarati
| દિકરા ઘરની વાત કહું લિરિક્સ ગુજરાતીમાં 
 
હે સાંભળ બેટા ઘરની વાતો કહું કહું
હે સાંભળ બેટા ઘરની વાતો કહું
સાંભળે ના તારી વહુ
કાં તો હું રહું ને કાં તો રેશે તારી વહુ

હે ધીમે ધીમે બોલો મારી માડી
બોલશો ના તમે બહુ
મેલો કંકાશ નકર રાજી થાશે હઉ
હે કાં તો હું રહું ને કાં તો રેશે તારી વહુ
હે તમે મેલો કંકાશ નકર રાજી થાશે હઉ

હે વોટ્સઅપ ઇન્સ્ટામાં સ્ટોરી જોયા કરે વહુ
આવી રે વાત દીકરા કને જઈને કહું
હો જમાના પ્રમાણે માડી ચાલે લોકો હઉ
મન તમારું મોટું રાખો કાલ સુધરી જાશે વહુ

હે ઉપરાણું ના ખોટું તમે લેતા ના લેતા
હે ઉપરાણું ના ખોટું તમે લેતા મોઢું ચડાવે છે વહુ
વાત એના કોમની કરું તો ખોટું લાગે બહુ
વાત એના કોમની કરું તો ખોટું લાગે બહુ

હે મેમોન આવે આંગણે મોઢું કાળું મેશ કર
એના હગા આવે તો એ દોડી પાણી ભર
હો મેલ માથાકૂટ માડી ખોટી કચકચ ના કર
મારા હામું જોઈને થોડી પાછી તું તો પડ

હે વહુ ઘેલા ના થાશો મારા દીકરા દીકરા
હે વહુ ઘેલાના થાશો મારા દીકરા
પેટ રાખ્યા મહિના નવ
માથે આયા ધોળા દુનિયા જોઈ અમે બહુ

હે હુડી વચ્ચે સોપારી છું માડી આવી વાતો કોને કહું
બાંધી મુઠી રાખો નકર જાણી જાશે હઉ

હે કા તો હું રહું ને કાં તો રેશે તારી વહુ
એ બાંધી મુઠી રાખો નકર જાણી જાશે હઉ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »