Dakle Mogal Lyrics in Gujarati | ડાકલે મોગલ લિરિક્સ ગુજરાતીમાં

Dakle Mogal - Piyu Gadhvi
Singer : Piyu Gadhvi
Lyrics : Piyu Gadhvi & Ishardanji Gadhvi & Deviyan Charan
Music : Manish Bhanushali , Label : Amara Muzik Gujarati
 
Dakle Mogal Lyrics in Gujarati
| ડાકલે મોગલ લિરિક્સ ગુજરાતીમાં 
 
 ખમ્મા ખમ્મા બાપ
હાલ હાલ હાલ હાલ હાલ માડી હાલ 

હે અરજુ મારી ચરજુ મારી અરજુ મારી સુણજો
જીંડવા વાળી માત ,હે માઁ , હો માઁ, હે માઁ....

હે અરજુ મારી ચરજુ મારી અરજુ મારી સુણજો
જીંડવા વાળી માત ,હે માઁ , હો માઁ, હે માઁ....

મચ્છરાળી મ્હેરું કરજો મોગલ કરજો સહાય

હે મારી અરજુ સુણજો જીંડવાવાળી માત
હે મારી ચરજુ સુણજો જીંડવાવાળી માત

અદ્ભૂત રૂપ શક્તિ અકળ અને પ્રેત દૂત પાલંતીય
ગહગહે વાર ડમરુ ડહક માઁ મહામાયા આવંતીય

મોગલ રમવા આવે મારી મચ્છરાળી રમવા આવે
મહાકાળી રમવા આવે મારી મોગલ રમવા આવે

મોગલ રમવા આવે મારી મચ્છરાળી રમવા આવે
મહાકાળી રમવા આવે મારી મોગલ રમવા આવે

એ..... ચઢે સિંહ ચામુંડ કમળ હુંકારવ કિધ્ધો
ડરો ચરંતો દેખ અસુર ભાગીયો અવદ્ધો
આદ્યશક્તિ આપણે રુકક વાહીયે રમંતા
ખાળ રગત ખળહળે ઢળે ઢીંગોળ ઢરંતા...

દેવી ગઢે કોટે ગરનાર ગોખે, દેવી સિંધુ વેલા સવાલાખ સોખ્ખે
દેવી કામરું પીઠ અઘોર કુંડે, દેવી ખંખરે દૃમેં કષ્મેર ખંડે
દેવી ઉત્તરા જોગણી પર ઊજેણી, દેવી ભાલ ભરુચ્ચ ભજનેર ભેણી
દેવી દેવ જાલંધરી સપ્તદીપે , દેવી કંદરે શખ્ખરે વાવ કુંપે
દેવી મેટલી માળ ઘૂમે ગરબ્બે, દેવી કાચ્છ કન્નોજ આસામ અંબે
દેવી સબે ખંડે રસા ગિરિશૃંગે દેવી વંકડે દુર્ગમે ઠા વિહંગે
દેવી વંમ્મરે ડુંગરે રન્ન વને, દેવી થુમ્બડે લીંબડે થન થન્ને
દેવી ઝન્ગરે ચાચરે ઝબ ઝબ્બે, દેવી અંબરે અંતરીખે અલંબે.........
હે માઁ........ હે હે હે માઁ.......

પરતાપે પુરી નિર્મળ નુરી સત્ત્વ્રત સુરી સરસાઈ
દરિદ્ર કર દુરી ક્રોધ કરુરી બળ ભરપુરી તું બાઈ
ભંજણ દુઃખ ભૂરી, 
ભંજણ દુઃખ ભૂરી, ગંજ ગરૂરી રખણ સબુરી રઢિયાળી, ઓખાધરવાળી...
ઓખાધરવાળી દેવ ડાઢાળી,જય માઁ મોગલ મચ્છરાળી
જય માઁ મોગલ મચ્છરાળી
જય માઁ મોગલ મચ્છરાળી
જય માઁ મોગલ મચ્છરાળી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »