Bhaibandh Kohinoor Lyrics in Gujarati | ભાઈબંધ કોહીનુર લિરિક્સ ગુજરાતીમાં

Bhaibandh Kohinoor - Uday Dhadhal
Singer : Uday Dhadhal , Music: Gaurang Pala
Lyrics: Kavi Siddh Charan , Label : Bharat Bhammar
 
Bhaibandh Kohinoor Lyrics in Gujarati
| ભાઈબંધ કોહીનુર લિરિક્સ ગુજરાતીમાં 
 
 મારા દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર 
દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર 
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર

છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ 
મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાત
હો ...છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ 
મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાત

અમે મનના ચોખા માણા રહી દિલ ખૂટલથી દૂર 
મનના ચોખા માણા રહી દિલ ખૂટલથી દૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર

તારા જેવો ભાઈબંધ જાણે ઈશ્વરનું વરદાન
પ્રાણ કરું નોછાવર તારા પર જીગરજાન 
હો તારા જેવો ભાઈબંધ જાણે ઈશ્વરનું વરદાન
પ્રાણ કરું નોછાવર તારા પર જીગરજાન 

હો તારો રે હથવારો પછી દુખડા ચકનાચૂર
તારો રે હથવારો પછી દુખડા ચકનાચૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર

હું હાવ સુદામજેવો તું શામળીયો સરકાર 
ભાઈબંધીને ભાળી સૌ કરતા આંખો ચાર 
www.gujaratitracks.com
હો હું હાવ સુદામજેવો તું શામળીયો સરકાર 
ભાઈબંધીને ભાળી સૌ કરતા આંખો ચાર 

અરે ભેળા થઈ ન્યા આવે આનંદનું ઘોડાપુર
ભેળા થઈ ન્યા આવે આનંદનું ઘોડાપુર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર

હોય મુસીબત માથે તું પેલા પુગી જાય
ઢાલ બનીને રેતો પછી થાવું હોય એમ થાય
હો હોય મુસીબત માથે તું પેલા પુગી જાય
ઢાલ બનીને રેતો પછી થાવું હોય એમ થાય

કવિ સિધ કહે સરવાળો મારા સુખનો રે ભરપુર 
સિધ કહે સરવાળો મારા સુખનો રે ભરપુર 
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર
હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર

 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »