Bangadi Tara Naam Ni Pervi Lyrics in Gujarati | બંગડી તારા નામની પેરવી લિરિક્સ ગુજરાતીમાં

Bangadi Tara Naam Ni Pervi - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Ravi - Rahul
Lyrice : Darshan Baazigar , Label : KM DIGITAL
 
Bangadi Tara Naam Ni Pervi Lyrics in Gujarati
| બંગડી તારા નામની પેરવી લિરિક્સ ગુજરાતીમાં 
 
બંગડી તારા નામની પેરવી રે

હે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે હાથે ના શોભે
અરે અરે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે
પારકાની વેટી મારા હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે

હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે
નામ વગર મહેંદી હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે

હો ઓઢી છે ઓઢણી મેં તારા રે નામની
તારા વગર મારી જિંદગી શું કોમની
હે કોઈ પારકાનું પાનેતર મારા માથે ના શોભે
પારકું પાનેતર માથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે
અરે અરે બંગડી તારા નામની પેરવી છે

હો અલ્યા પ્રેમ વગરની જિંદગી નકોમી
તારા મારા પ્રેમમાં કાઢે કોણ ખોમી
હો જોડી અમારી ભગવાને બનાઈ
ઓ રે મારા રોમ તારી બહુ મહેરબાની

હો મારા માટે તું બસ લાખોમાં એક છે
પ્રેમની નિશાની દોતે હોનાની રેખ છે
હે કોઈની આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે
આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે
હો બંગડી તારા નામની પેરવી છે

હો મારી જિંદગીમાં બીજું કોઈ નહીં આવે
મારા જેવો પ્રેમ સાયબા કોઈ નહીં નિભાવે
હો તારા વગર ઘડીક ચાલે ના મારે
લવ કર્યો લગન કરીશ તારી હારે

હો તું મારી દુનિયાને તું જ મારો પ્યાર છે
તારા વગર આ જિંદગી બેકાર છે
હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે
નામની પીઠી મારા અંગે રે ચડે
બંગડી તારા નામની પેરવી છે

અરે અરે બંગડી તારા નામની પેરવી છે
ઓ પાનેતર તારા નામનું ઓઢવું છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »