Pampa Sarovarni Paal Lyrics in Gujarati | પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી લિરિક્સ ગુજરાતીમાં

Pampa Sarovar Ni Paar - Hemant Chauhan
Singer : Hemant Chauhan , Lyrics : Traditional
Music : Shailesh Thakar , Label : Ekta Sound
 
Pampa Sarovarni Paal Lyrics in Gujarati
| પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી લિરિક્સ ગુજરાતીમાં 
 
પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી
ઋષિ-મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી

લીલું લીલું ઘાસ ગૌ માતને નિરાય છે
પ્રેમ એથી પાણીડા પવાય...શબરીની

એક બાજુ તુલસીના વન રુડા શોભતા
પવન આવેને લડી જાય...શબરીની

લિપિ ઘૂંટીને રૂડો આશ્રમ દીપાવ્યો
ધૂપ અને દીપ ઘણા થાય...શબરીની

ચાલે અખંડ ધૂન શ્રીરામ નામની
સંતોની સેવાયુ થાય...શબરીની

આશા છે મોટી મોટી રામ-લક્ષ્મણની
વાલાજીની વાટડી જોવાય...શબરીની

મીઠા મીઠા બોર ચાખી રામ માટે રાખ્યા
ક્યારે આવીને આરોગે...શબરીની

નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા
પ્રેમ થકી લાગે છે પાય...શબરીની

કહે ભોળાનાથ શ્રી દશરથ નંદનના
દર્શન કરી પાવન થવાય...શબરીની
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »