Navdurga Ni Navali Navarat Lyrics in Gujarati | નવદુર્ગાની નવલી નવરાત લિરિક્સ ગુજરાતીમાં

Navdurga Ni Navali Navarat - Manisha Bharwad
Singer : Manisha Bharwad , Lyrics : Rahul Dafada
Music : Dhaval Kapadiya , Label : Jigar Studio
 
Navdurga Ni Navali Navarat Lyrics in Gujarati
| નવદુર્ગાની નવલી નવરાત લિરિક્સ ગુજરાતીમાં 
 
એ ઝાંઝર ઝુમકા ને કંડલા
અને પહેરી કંદોરો કેડે આજ
એ મારો ઘેરદાર ઘુમે ઘાઘરો
એ જાવુ રમવા નવલી નવરાત

એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની
એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની

એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા
એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા
મને રમવા રે જવા દે ઓ સાંવરિયા
એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની

ઓ જાજુના વિચારે તુ હાલ મારી હારે
મન મુકી રમવું છે મારે તારી જોડે
મા ના ગરબા ની મર્યાદા ના મુકીએ
ભાતીગળપહરવેશ પહેરીને રે ઘુમીયે

એ તારા નવ સ્વરૂપ ને નિત હુ નમવાની
એ તારા નવ સ્વરૂપ ને નિત હુ નમવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની
એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા

હો સંગે અમે રમશું રે સખી રે સાહેલડી
રંગો ભરી રમશે ગરબા ની રાતડી
હો આંભલા ને મોરલા ટાંકેલી ચણીયાચોલી
પહેરીને ફરજો ફરરર ફંદડી

હા હુ ને મારી સહેલી મા અંબા ને રે જવાની
એ હુ ને મારી સહેલી મા અંબા ને રે જવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની
આવી રૂડી રે એવી નવલી રે નવરાતો નવદુર્ગા ની
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »