Meldi Dakla Lyrics in Gujarati | ખમા ખમા મેલડી લિરિક્સ ગુજરાતીમાં

Meldi Dakla - Bhumik Shah
Singer : Bhumik Shah , Lyrics : Kavi Shri Tushar Shukla
Music : Arpan Mahida , Label : Bhumik Shah
 
Meldi Dakla Lyrics in Gujarati
| ખમા ખમા મેલડી લિરિક્સ ગુજરાતીમાં 
 
ભૂવા ધૂણે મારી મેલડીના મંદિરિયે 
ડાકલામાં ગૂંજે છે નામ 
ખમા માડી મેલડી 
ખમા ખમા મેલડી  
મેલડી મહાદેવજીએ દીધેલું નામ 
માના તોરણિયા ઝૂલે ગામે ગામ 
ખમા માડી મેલડી 
ખમા ખમા મેલડી   

મેં લડી મેં લડી બોલ્યાં મા મેલડી 
શક્તિની વરતાવી આણ 
માડીના ભક્તોને મળતા રહે છે 
માતા મેલડીના પરચા પ્રમાણ 
શ્રદ્ધા ને ભક્તિથી લેતા જે નામ એના 
પૂરાં કરે છે માડી કામ 
ખમા માડી મેલડી 
ખમા ખમા મેલડી   

મેલમાંથી પ્રગટ્યાં પ્રગટ્યાં , મારી મેલડી 
નવદુર્ગાએ દીધાં હથિયાર , મારી મેલડી 
અમરૈયાને માર્યો ,  માર્યો મારી મેલડી

ધરતી ધ્રૂજે ગૂંજે અંબર 
મેલડીમાનું રુપ ભયંકર 

ખમા ખમા , ખમા ખમા , ખમા 
ખમા માડી મેલડી 
ખમા ખમા મેલડી
મેલડી મહાદેવજીએ દીધેલું નામ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »