Kehjo Kanuda Ne Jayi Lyrics in Gujarati | કહેજો કાનુડાને જઈ લિરિક્સ ગુજરાતીમાં

Kehjo Kanuda Ne Jayi - Ishani Dave
Singer : Ishani Dave , Lyrics : Treditional
Additional Lyrics : Janki Gadhavi , Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
 
Kehjo Kanuda Ne Jayi Lyrics in Gujarati
| કહેજો કાનુડાને જઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે કેહજો એને કાનમાં
સમજી જાય શાનમાં
નહીં તો હું પાછી વળુ

એતો લઈને એની ટોળકી
ફરે રાખે ગામમાં
હું યશોદા ને કઈ દઉં છું હા

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
હે કોઈ કેહજો કાનુડા ને જઈ

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
કે વાંહળી વગાડે નઈ

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
કે વાંહળી વગાડે નઈ

કાળો કાળો કાનુડો
મુરલીવાળો કાનુડો
બઉ નખરાળો કાનુડો
સૌને વ્હાલો કાનુડો
બોલો કાનુડો મારો કાનુડો

એની ધુનમાં ઘેલી થઈ
હું તો નાચું તા તા થઈ
એની ધુનમાં ઘેલી થઈ
હું તો નાચું તા તા થઈ
હવે રોકે ટોકે કોઈ તો કેહજો નહીં
હવે રોકે ટોકે કોઈ તો કેહજો નહીં
કોઈ કેહજો કાનુડા ને જઈ

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
હે કોઈ કેહજો કાનુડા ને જઈ
હે કોઈ કેહજો કાનુડા ને જઈ
વાંહળી વગાડે નઈ

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
વાંહળી વગાડે નઈ

કામણગારો કાનુડો
ગોપ ગોવાળો કાનુડો
મન મોહનારો કાનુડો
દુઃખ હરનારો કાનુડો
બોલો કાનુડો હે મારો કાનુડો

પોતે નાચી નખરા કરતો
નચવે તા તા થઈ
ઈતો પોતે નાચી ને નખરા કરતો
ને નચવે તા તા થઈ
એને કેહજો મારી વાહે આવી પજવે નહીં
મારી વાહે વાહે આવી હવે પજવે નહીં
કોઈ કેહજો કાનુડા ને જઈ

હે કોઈ કેહજો કાનુડા ને જઈ
હે કોઈ કેહજો કાનુડા ને જઈ
હે કોઈ કેહજો કાનુડા ને જઈ
કે વાંહળી વગાડે નઈ

હે મારા ધુતારા ને કેહજો રે કોઈ
હવે વાંહળી વગાડે નઈ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »