Dil Na Dastavej Lyrics in Gujarati | દિલના દસ્તાવેજ લિરિક્સ ગુજરાતીમાં

Dil Na Dastavej - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Rahul - Ravi
Lyrics : Bopalsing Dabhi , Label - Saregama India Limited
 
Dil Na Dastavej Lyrics in Gujarati
| દિલના દસ્તાવેજ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જોયા તમને જોતા મનમાં વસાવી લીધા
હો જોયા તમને જોતા મનમાં વસાવી લીધા
જોયા તમને જોતા મનમાં વસાવી લીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી દીધા

હો તમારાથી લાગણીના મે તાર જોડી લીધા
તમારાથી લાગણીના મે તાર જોડી લીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી દીધા

હો તમારાથી મારી નજરો ટકરાઈ
નજરો ટકરાઈ ને તમારામાં ખોવાઈ
હો જિંદગીની સફરના મંઝિલ માની લીધા
જિંદગીની સફરના મંઝિલ માની લીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી દીધા
હો મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી દીધા

હો મોડ મોડ જોણવા મળ્યું રે તમારું નોમ
ખબર પડી કે તમારું તો બાજુનું ગોમ
હો બહેનપણી ની હારે મંગાવ્યો નંબર તમારો
ફોન લગાવ્યો તો લાગ્યો ના ફોન તમારો

હો હું કરું છું તમને દિલથી ઘણો પ્રેમ
મારા નામ આગળ લગાવું તમારી સરનેમ
હો મારા દિલના રજવાડાના રાજા માની લીધા
દિલના રજવાડાના રાજા માની લીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી દીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી લીધા

હો તમે હા કહો તો ઘેર આઈને હાથ માગું
ના મોંને ઘરના તો હાથ જોડીને મનાવુ
હો તમારા માટે તો જગથી રે લડી લઉ
તમે મારા બનો એવી રોજ રે દુઆ કરું

હો તમારાથી છે મને અઢળક વ્હાલ
મારી પહેલી નજરનો તમે છો પ્યાર
હો મારા દિલના દર્પણ માં તમને કેદ કરી લીધા
દિલના દર્પણ માં તમને કેદ કરી લીધા
મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી લીધા

હો મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી લીધા
હો મારા દિલના દસ્તાવેજ તમારે નામ કરી લીધા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »