Dashama No Divaho Lyrics in Gujarati |દશામાં નો દીવાહો લિરિક્સ ગુજરાતીમાં

Dashama No Divaho - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Dev Akash
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Dashama No Divaho Lyrics in Gujarati
|દશામાં નો દીવાહો લિરિક્સ ગુજરાતીમાં 
 
ઢાળયો ઢાળયો ઘુઘરીયાળો પાટ..(૨)
મારી દેવી દશામાં ને કાજ 
કયાર ની જોતાતા દિવાહા ની વાટ...(૨)
આયો દાડો દીવાહો નો આજ 
હો દેવી દશામાં ના વગડાવો વાજા 
આયો દીવાહો વરસ્યા મેઘરાજા...(૨)
કે લેવા કે લેવા મારે લેવા 
લેવા લેવા દશામાં ના વ્રત..(૨)
દોરો બાંધજો જમણે હાથ 
હે ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ ...(૨)
મારી દેવી દશામાં ને કાજ ...(૨)

હો લીલી પીળી કેળ નો બંધાવો માંડવો 
આછી આછી ખજૂરી નો કરાવો છાંયડો 
હો તોરણ બાંધજો  તોડલે રૂડા સાથીયા પૂરજો 
દીવો દશામાં ને દિલ થી ધરજો 
હો મોરાગઢ વાળી ની માયા લાગી
દશામાં ની ભક્તિ રુદિયે જાગી
હે ધરજો ધરજો તમે ધરજો ભોજનીઓ થાળ..(૨)
મારી દેવી દશામાં ને કાજ
હે ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ..(૨)
મારી દેવી દશામાં ને કાજ...(૨)

હો વ્રત કરો દિલ થી દશ દાડા રમજો
દશામાંની આરતી હાજ સવાર કરજો
હો મારી મોરવાળી માત હઉ નો હાભળશે સાદ
ભાવે કરો ભક્તિ માં ને લડાવાજો લાડ
હો માડી  મળ્યા એની વેળા રે વળી 
સાચા સમરણ થી જાય સંકટ ટળી
હે ગાવા હે ગાવા મારે ગાવા ગાવા દશામાં ના ગાન 
ગાવા ગાવા દશામાં ના ગાન 
માડી રાખશે હઉ નુ ધ્યાન
હે દશામાં રાખશે હઉ નુ ધ્યાન.
હો દશામાં રાખશે હઉ નુ ધ્યાન... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »