Gol Dhana Lyrics in Gujarati | ગોળ ધાણા લિરિક્સ ગુજરાતીમાં

Gol Dhana - Santvani Trivedi
Singer - Santvani Trivedi
Rap & Lyrics - Swaggy The Rapper
Music - Rutvij Joshi & Dhyan
Label - Swaggy The Rapper
 
Gol Dhana Lyrics in Gujarati
| ગોળ ધાણા લિરિક્સ ગુજરાતીમાં 
 
જેની વાટ હું જોતી તી મારા આંગણે છે આવ્યો
હૈયામા જોને મારા હરખ ના સમાયો
તારા હોંઠોનું સ્મિત મારા હૈયાનું ગીત
આ જીવન હું હારુને બસ થાય તારી જીત
મૈયરમાં મારું મન ના લાગે
વ્હાલી આ તારી બસ સાથ તારો માંગે
મનોમન મારો માણીગર મનમાં મલકે
સાજણની આંખોમાં પ્રેમ જોને છલકે

ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે

ઊગતા પરોઢે મારા માટે તું ચા બનાવે
સાંભળો છો કઈને તું મુજને બોલાવે
હું એક તારો બંધાણી , બીજો ચાનો બંધાણી
બની ગયા જોને મારા રૂદિયા ના રાણી
તારા પાલવ એ મે તો બાંધી છે પ્રીત 
Swaggy કાયમ હારે ને થાય તારી જીત

પેલી તારીખે હું પગાર ધરું તારા હાથે
જીવન વીતે ખૂશી ખૂશી સંગાથે
હું સાત ફેરાના તને સાત વચન આપું
હું તારા પ્રેમના રસ્તા ના અંતર કાપુ
તું તો ચાંદના સપના નો ચાંદ છે
એને દાગ નું દુઃખ તું બેદાગ છે
હું સાધારણ તારા પગ ની રજકણ
હું ખોબો ભરી પ્રેમ કરું તું કરે મણ મણ
મારા ઘેર આવે એવા સપના જોઉ મનમાં
Swaggyના ઘેર પાડો પગલાં શુકનના

કંકુ પગલાં , પાડીને હું , આવી તારા દ્વારે
સુખનો સૂરજ ઊગે મારે જો તું હોય મારા હારે
હાથોમાં મહેંદી સાયબા તારા નામની
તારી મારી જોડી જાણે સીતાને રામની
કોઇ કરે ના એવો પ્રેમ મને કરજે
સૂર્યના તેજ સમુ સિંદુર તું ભરજે

ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
ખવડાવો ગોળ ધાણા ગોળ ધાણા ગોળ ધાણા રે
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »