Layi Ne Bhagu To Prem Vagovay Lyrics in Gujarati

Layi Ne Bhagu To Prem Vagovay - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Naresh Rabari Vayad
Music : Chirag Goswami , Label: T-Series
 
Layi Ne Bhagu To Prem Vagovay Lyrics in Gujarati
| લઈ ને ભાગુ તો પ્રેમ વગોવાય લિરિક્સ ગુજરાતીમાં |
 
હે આ ખોટો નથી પ્રેમ મારો હાચો
પાછું વળી જોવું જીવ ગભરાતો
કે લોકો મોડે મારા ઘરની રે વાતો
એ બધું વિચારીને જીવ ગભરાતો

હો વિચાર કરુંને જીવ પાછો વળી જાય

કે પ્રેમ ના કાજે રાતો જાગી જાગી જાય

હો વિચાર કરુંને જીવ પાછો વળી જાય
પ્રેમ ના કાજે રાતો જાગી જાગી જાય
લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય

હા માં બાપ ની એવી વાલી આબરૂ ના કઢાય
ઉપરવટ થઈને ખોટું પગલું ના ભરાય
લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય

હા મોટું તારું મન રાખી કર બીજે રે હગઈ
હાચો પ્રેમ રેસે નથી પ્રેમ ની ભવઈ
હા મોટું તારું મન રાખી કર બીજે રે હગઈ
હાચો પ્રેમ રેસે નથી પ્રેમ ની ભવઈ


અરે હા રે હા ખોટું ડગ ભરું તો આ ધરતી ધ્રુજી જાય
પ્રેમની વિધાતા મારી વેરણ બની જાય
લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય

હે લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય

હો બાળપણથી લઈને આપણે ભેળા થયા મોટા
યાદ રેસે વાલી ભેળા પાડેલા એ ફોટા

હો મને ઉદાશ જોઈ ઘણા દુઃખી તમે થાતા
સુખ દુઃખ માં મારી હારે ઉભા રેતા

હો મારી દુનિયા છે તું ભલે મળે ના મળે
તારી ખુશીઓમાં ખુશ  હું ચિંતા ના કરે
હા મારી દુનિયા છે તું ભલે મળે ના મળે
તારી ખુશીઓમાં ખુશ હું ચિંતા ના કરે

અરે ગાંડી મારી ગામડાંની રેણી કેણી આડી આવી જાય
માન મર્યાદા મોભો નેવે ના મુકાય
લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય

કે લઈ ને ભાગુ તો મારો પ્રેમ વગોવાય


હો હાહરીયામાં યાદો મારી હંતાડીને રાખજે
દુનિયાની સામે સદા ખુશ થઈ ને ફરજે

અરે હો કઠણ કાળજા કરી હું તું જીવી જોને લઈશું
આ ભવે નઈ આવતા ભવે ભેળા આપણે થઈશું

હા હાચો પ્રેમ કોઈ નશીબદાર ને મળે છે
ખુશનસીબ હોય જે પ્રેમ ને જીતે છે
હા હાચો પ્રેમ કોઈ નશીબદાર ને મળે છે
ખુશનસીબ હોય જે પ્રેમ ને જીતે છે

અરે તું શું જાણે  વિચાર કરુંને મન પાછું વળી જાય
પ્રેમ ના કાજે મારો જીવડો રે મુંજાય
લઈ ને નાહુ તો હે મારો પ્રેમ વગોવાય

હે લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય
 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »