Dashamanu Vrat Lai Le Lyrics in Gujarati

Dashamanu Vrat Lai Le
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Manu Rabari
Music :  Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
 
Dashamanu Vrat Lai Le Lyrics in Gujarati
| દશમાનુ વ્રત લઈ લે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે બે દાડા થી મોઢા માથે ચિંતા શે તારે
હાચુ કેને શુ વિચારે શુ ફરે મન માં તારે
હે દિવાહો આયો દશામાં નો વ્રત લેવા મારે
હાહુ વાત કાને ના ધરે નંણદી એને ચાવિયો ભરે

હે વ્રત રે લેવા માં ચમ કરે શે તુ ઓમ
દશામાંનુ વ્રત તો કરે આખુ ગોમ
હે ના પાડે ચોખી હાહુ લઉ વ્રત નુ નોમ
એમ કેશે કોણ કરશે ઓય ઘર નુ બધુ કોમ
તે ચ્યારે પૂછ્યુ ને માં એ તને ના પાડી ચ્યારે
હેડ હુ આવુ હારે વ્રત લઇલે તુ તારે
હેડ હુ આવુ હારે વ્રત લઇલે તુ તારે

હો તમે કેશો તો ખોટા ઘર માં ડખા થાશે
તમારા ગયા પછી મને હંભળાવશે
હો કેમ તુ આટલી બા થી ડરેશે
પ્રેમ થી કેશુ તો વાત ને હમજશે

હે અમારા બૈરા ની વાત માં તમને ખબર પડે ના
તમારે રેવુ બાર અમારે રેવુ ઘર માં
હે આતો માતાજી નુ કોમ છે કોઈ પાડે નહિ ના
તુ મોને એવી ઝગડા વાડી નથી મારી માં

હે પાહે બેસી નાની નાની વાતો બહુ કરે
નંણદલ ચાવિયો ભરે હાહુ મને ઝગડા કરે
હે હેડ હુ આવુ હારે વ્રત લઇલે તુ તારે

હો વ્રત લેવાની વાત કરી છે મેં બાને
દશામાંના વ્રતની ના નહિ પાડે તને
હો પિયર માં પાટ ઢારેલો હતો મારે
બા કે વ્રત કરવા જા તુ તારે

હે દહ દાડા વ્રત કરવા શોન્તી થી તુ રેજે
એક ટોણું કરે તો ફરાળી તુ લેજે
હે રાજી થઇ ને રજા આલી પિયર જવા બા એ
અંતર નો સુણી સાદ દયા કરી દશામાં એ

હે હાચો જેનો ભાવ ભક્તિ એ કદી ના હારે
દશામાં આવે વારે મનુ કે માં ઉગારે
હે દશામાં આવે વારે મનુ કે માં ઉગારે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »