Hasta Chahera Ne Puchi Lejo Lyrics in Gujarati

Hasta Chahera Ne Puchi Lejo - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label: T-Series
 
Hasta Chahera Ne Puchi Lejo Lyrics in Gujarati
| હસતા ચહેરાને પુછી લેજો લિરિક્સ ગુજરાતીમાં |
 
જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

જે ખુશ રહેતા હોય એની આંખમાં જો જો
ખુશ રહેતા હોય એની આંખમાં જો જો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

જીવતા શરીરને મનથી મરેલા
બહારના આવે આંસુ છુપાયલા
જીવતા શરીર ને મનથી મરેલા
બહારના આવે આંસુ છુપાયેલા

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
હો એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

હો ભૂતકાળમા ખોવાયેલુ જડવાનું નથી
જતુ રહ્યુ એ પાછુ મળવાનું નથી
ઓ વીતેલા સમયને યાદ ના કરાવશો
ઓલવાયેલા પ્રેમને પાછો ના જગાવશો
પાછો ના જગાવશો

હો બંધ કિતાબને પાછી ના ખોલશો
દફન કરેલ યાદોને હવે ના છંછેડશો
બંધ કિતાબને પાછી ના ખોલસો
દફન કરેલ યાદોને હવે ના છંછેડશો

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
હો એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

હો એવુ કોઈ ના હોય જેને પ્રેમ ના થાય
એવા ગણા હસે જેને પ્રેમ ના મળ્યો હોય
હો લાગણી કોઈની જોડે લગન બીજા જોડે થાય
કોઈ ઘરમાં સાથ રહે કોઈ દિલમાં રહી જાય
દિલમા રહી જય

ઓ સંબંધ છૂટી ગયા પણ મોહ ના છૂટે
બધુ છે જોડે પણ તોયે કૈક ખૂટે
સંબંધ છૂટી ગઈ પણ મોહ ના છૂટે
બધુ છે જોડે પણ તોયે કૈક ખૂટે

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »