Premma Pastavo Thayo Bav Lyrics in Gujarati

Premma Pastavo Thayo Bav - Dhaval Barot
Singer : Dhaval Barot , Music : Rahul - Ravi
Lyrics : Ketan Barot , Label : Shri Ram Audio
 
Premma Pastavo Thayo Bav Lyrics in Gujarati
| પ્રેમમાં પસ્તાવો થયો બઉ લિરિક્સ ગુજરાતીમાં |
 
આ પ્રેમમાં પસ્તાવો થયો રે બઉ
આ પ્રેમમાં પસ્તાવો થયો રે બઉ
કદીના કોઈને કરવો લવ

હો એકલો પડીને રડ્યો રે બઉ
કદીના કરવો કોઈને લવ
હો પહેલા પહેલા પાંચ દાડા જ પ્રેમ મળ્યો
પછી તે તો દગો બહુ મોટો કર્યો
કે પહેલા પહેલા પાંચ દાડા જ પ્રેમ મળ્યો
કે પછી તે તો દગો બહુ મોટો કર્યો

પાછળથી પસ્તાવો થાય રે બઉ
કદીના કોઈને કરવો લવ
હે કદીના કરવો કોઈને લવ

હો ખોટે ખોટા લાડ તું લડાવતી મને રોજ
મને છોડીને હવે બીજે કરે મોજ
હો જીવની જેમ રાખી એતો નિકળી દગાબાજ
તારા લીધે હાલત મારી બગડી ગઈ છે આજ
હું તો તારા આગળ પાછળ રે ફર્યો
ગળા સુધી ભરોસો તારો મેં કર્યો
કે હું તો તારા આગળ પાછળ રે ફર્યો
ગળા સુધી ભરોસો તારો મેં કર્યો

પાછળથી પસ્તાવો થાય રે બઉ
કદીના કોઈને કરવો લવ
હો ...કદીના કરવો કોઈને લવ

હો તારી જીંદગીમાં ભરી દુનિયાની ખુશી
તારા વગર રહું છું હું તો દુઃખી
હો પાંચે આંગળીયો સરખી ના રે હોઈ
મારા જેવો પ્રેમી તને મળશે ના રે ચોઈ
તે તો મને પ્રેમમાં પાગલ કર્યો
હવે હું તો તારા વિના એકલો પડ્યો
તે તો મને પ્રેમમાં પાગલ કર્યો
હવે હું તો તારા વિના એકલો પડ્યો

પાછળથી પસ્તાવો થાય રે બઉ
કદીના કોઈને કરવો લવ
હો ...કદીના કરવો કોઈને લવ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »