Mara Manmeet Lyrics in Gujarati | મારા મનમીત લિરિક્સ ગુજરાતીમાં

Mara Manmeet - Naresh Thakor
Singer & Lyrics : Naresh Thakor
Music : Vishal Modi & Utpal Barot
Label : Dhvani Production
 
Mara Manmeet Lyrics in Gujarati
| મારા મનમીત લિરિક્સ ગુજરાતીમાં |
 
મારુ જોયેલું સપનું પૂરું થયું
મારુ જોયેલું સપનું પૂરું થયું
તમે મળ્યાંને જીવનમાં બધું આવી ગયું

મારુ જોયેલું સપનું પૂરું થયું
તમે મળ્યાંને જીવનમાં બધું આવી ગયું
પળભરની પ્રીત નથી આ ભવભવની બાંધી મેં પ્રીત
પળભરની જીત નથી આ સાત જનમોની માંગી મેં જીત
સાથી બની તમે રહેજો નજરમાં ઓ મારા મનમીત
જીવનસાથી બની તમે રહેજો સફરમાં ઓ મારા મનમીત
હા ઓ મારા મનમીત

તારાથી વધીને શું જોવે મારે જીવન તારા હાથોમાં તારે કે મારે
સુખ દુઃખમાં રહેશું હારેને હારે મુશ્કિલમા કહેતા ના ડરતા કયારે
ઘડપણ સુધીની સફર આ નથી એક દિવસની સમજી
 સમજણ સુધીની સફર આ અણ સમજણ ના કરતી સમજી
અર્ધાંગિની થઈ તમે રહેજો મારા ઘરમાં ઓ મારા મનમીત
સર્વાંગીની થઈ ઘર કરજો મારા દિલમાં ઓ મારા મનમીત
હા ઓ મારા મનમીત

જો ઈશ્વર જોવા હોઈ તો માં છે મારે તું માંગશે એ મળશે તું જે પણ ધારે
નથી મળતા આવા માવતર ઘણા અવતારે જો મળે તો યુગોના યુગો તારે
મને અવતાર મળે જો પરભવમાં તારી કુખે અવતરું મારી માં
તારા ચરણોની રજ થઈને રહું માં તમે સાચવજો મુજને આ ભવમાં
આર્શીવાદ થઈ તમે ફળજો મારા ઘરમાં ઓ મારા મનમીત
જીવનસાથી બની તમે રહેજો સફરમાં ઓ મારા મનમીત
હા મારા મનગમતા ઓ મનમીત
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »