Vato Karo Cho Bhuli Javani Lyrics in Gujarati

Vato Karo Cho Bhuli Javani - Naresh Thakor
Singer : Naresh Thakor  , Lyrics : Ganu Bharvad
Music : Utpal Barot & Vishal Modi , Label : T-Series
 
Vato Karo Cho Bhuli Javani Lyrics in Gujarati
| વાતો કરો છો ભુલી જવાની લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વાતો કરો છો ભુલી જવાની
હા ...વાતો કરો છો ભુલી જવાની
મને ટેવ પડી ગઈ તને જોઈ જીવવાની

હો આદત તમારી કેમ ભૂલવાની
મને ટેવ પડી ગઈ તને જોઈ જીવવાની
હો જગ જાકારો દે તો જીવાશે
તમારા વગર ના જીવાશે
ઘડી માટે જુદા નથી રહેવાતું
તો કાયમ માટે કેમ રહેવાશે

હો વાતો કરો છો ભુલી જવાની
મને ટેવ પડી ગઈ તને જોઈ જીવવાની
આદત પડી ગઈ તને જોઈ જીવવાની

હો જુદા રે થવાનું કહીદો મને કારણ
ઉપર વાળો કંઈક કાઢશે રે તારણ
હો જ્યારથી કરી તમે જુદાઈની વાત
એમ કેમ વીતે મારા દિવસને રાત
હો વિચારો અમારું શું થાશે
તમને તો ગમતું મળી જાશે

ખોટ તો મારી કાયમ રહેશે
દિલાસો દિલને કોણ દેશે રે
હો વાતો કરો છો ભુલી જવાની
મને ટેવ પડી ગઈ તને જોઈ જીવવાની
આદત પડી ગઈ તને જોઈ જીવવાની

હો કોઈનો પ્રેમ પ્રભુ અધુરો ના લખતા
જુદાઇનું દર્દ તો રાધા-શ્યામ જાણતા
હા એજ રે માળવેને એજ કરે જુદા
અમે વાલીડા તારા હાથના રે પયાદા
હો દુનિયાની સામે હસતો રહું છું  
દિલના હાલ કોઈને ના કહું છું

દર્દો દિલના દિલમાં સહુ છું
નથી કોઈ મારુ સૌને જઈ કહું છું
હો વાતો કરો છો ભુલી જવાની
મને ટેવ પડી ગઈ તને જોઈ જીવવાની
આદત પડી ગઈ તને જોઈ જીવવાની  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »