Tu Aavje Lyrics in Gujarati

Tu Aavje - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Darshan Baazigar
Music : Shankarbhai Prajapati , Label : Jhankar Music
 
Tu Aavje Lyrics in Gujarati
| તું આવજે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે કોઈ આવે કે ના આવે પણ તુ આવજે
કોઈ આવે કે ના આવે પણ તુ આવજે
છેલ્લીવાર માઢું મારુ જોવા આવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
હે પાગલ મળવા ના આવે તો રોવા આવજે

હો આખરી સલામ મારા એમને
દિલ દુભાવ્યું મારુ જેમને
સમાચાર મોતના મળે તો મોઢું ઢાંકવા આવજે  
સમાચાર મોતના મળે તો મોઢું ઢાંકવા આવજે  
મને મળવા ના આવે તો રોવા આવજે
ઘાયલને મળવા ના આવે તો રોવા આવજે

હા મરી ગયો મરી ગયો તારામાં ને તારામાં
જીવ નથી રહ્યો હવે જોઈ લે મારામાં
હો ફૂલ જેવા માન્યા જેને નીકળ્યા એતો કાંટા
અમે તારા પ્રેમમાં પડ્યા સાવ ખોટા
હો થાશે પસ્તાવો હવે અમને
સમજી શક્યાના મારા પ્રેમને

હે મને છોડવાનું કારણ શું હતું તું બતાવજે
હે મને છોડવાનું કારણ શું હતું તું બતાવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
ઘાયલને મળવા ના આવે તો રોવા આવજે

હો જીવશું હારે મરશું એવું મને કહેતા
મારા વગર જાનુ તમે ના રહેતા
હો સપના મારા તૂટી ગયા તૂટ્યો હું તો દિલથી
પ્રેમ હતો એકથી નફરત થઈ દુનિયાથી

હો વળી ને ના જોયું તમે વાટે રે
સોગંધ ખાધાતા તમે જાતે રે
એ હવે આવે તો આંખમાં ના આંશુ લાવજે
એ હવે આવે તો આંખમાં ના આંશુ લાવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
એ મને મળવા ના આવે તો રોવા આવજે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »