Ja Tane Maaf Kari Lyrics in Gujarati

Ja Tane Maaf Kari - Naresh Thakor
Singer - Naresh Thakor , Music - Vishal Modi & Utpal Barot
Lyrics - Kamlesh Thakor ( Sultan ) , Label - RU Digital
 
Ja Tane Maaf Kari Lyrics in Gujarati
| જા તને માફ કરી લિરિક્સ ગુજરાતીમાં |
 
જા તને માફ કરી તારાથી શું વેર
એક સપનું હતું રાણી બની આવે ઘેર

જા તને માફ કરી તારાથી શું વેર
એક સપનું હતું રાણી બની આવે ઘેર
હો મધ દરિયે ઉભા મળે કોઈના કિનારા
શું જિંદગી હતી જયારે તમે હતા મારા
આ જિંદગી છે
આ જિંદગી છે
અહીં માગ્યું મોત નથી મળતું હાચા પ્રેમ શું મળવાના
હો માગ્યું મોત નથી મળતું હાચા પ્રેમ શું મળવાના

હો મેં તો ભગવાન જોડે માંગ્યો સાથ તારો
લાગે તે પણ માંગ્યો હશે મારાથી છુટકારો
હો દર્દની પણ લઈએ માજા આવ્યો છે શું વારો
દુઃખ લખ્યું છે લલાટે આમાં વાંક શું તારો

હો ના ફળે જો દુવા લોકો બદલે દેવતા
તે પ્યાર બદલાયો એમાં કરવી શું જફા
આ પ્રેમનો રસ્તો રહે છે ઘણો મુશ્કિલ
અહીં મરવા ઝેર નથી મળતા હાચા પ્રેમ શું મળવાના
હો મરવા ઝેર નથી મળતા હાચા પ્રેમ શું મળવાના

હો તું ભુલાતી નથી ના એ વિતાવેલી પળો
આ મન તો માની જાય પણ દિલનું કંઈક કરો
હો શું હતી ભુલ મારી પ્રભુ દીધી કેમ સજા
થાય જે થવું હોઈ મારુ અને દેજો રે મજા

હો એ ગમ્યું મને ફૂલ ના બની વરમાળા
શું વધારે કહીયે દોષ કર્મના મારા
આ પ્રેમના દરવાજે લગાવી દયોને તાળા
આ પ્રેમના દરવાજે લગાવી દયોને તાળા
આજે રડવા ખુણા નથી મળતા હાચા પ્રેમ શું મળવાના
જોવા ચહેરા નથી મળતા તો તમે શું મળવાના  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »