Ek Baar Re Jobaniya Ma Betha Lyrics in Gujarati

Ek Baar Re Jobaniya Ma Betha - Anupa Pota
Singer : Anupa Pota , Music : Sachin Limaye
Label : Soor Mandir
 
Ek Baar Re Jobaniya Ma Betha Lyrics in Gujarati
| એક ભર રે જોબનીયામાં બેઠાં લિરિક્સ ગુજરાતીમાં |
 
એક ભર રે જોબનીયામાં બેઠાં રે બેનીને
દાદાએ હસીને બોલાવીયાં રે

કાંરે દિકરી તમારી દેહ જ દુબળી
કાંરે આંખલડી જળે ભરી

નથી દાદાજી મારી દેહે જ દુબળી
નથી આંખલડી જળ ભરી

એક ઉંચો તે વર ના જોશો રે દાદા
ઉંચો તે વર ના જોશો રે દાદા
ઉચો તે નિત્ય તોરણ તોરણ તોડશે
એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તે નિત્ય ઠેબ આવશે

એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કટુંબ લજાવશે
એક ગોરો તે વર ના જોશો દાદા
ગોરાને નિત્ય નજરૂ લાગશે

એક કેડે પાતળિયોને મુખે શામળિયો
કેડે પાતળિયોને મુખે શામળિયો
એ મારી સૈયરે વખાણીયો
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો
ભલા રે વખાણ્યો મારી ભાભીએ

એક ભર રે જોબનીયામાં બેઠાં રે બેનીને
દાદાએ હસીને બોલાવીયાં રે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »