Prabhu Prem Bhari Hu Aavi Lyrics in Gujarati

Prabhu Prem Bhari Hu Aavi
Singer : Nidhi Dholakiya , Lyrics: Traditional
 
Prabhu Prem Bhari Hu Aavi Lyrics in Gujarati
| પ્રભુ પ્રેમ ભરીને હું આવી લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રભુ પ્રેમ ભરીને હું આવી
કટોરી ભરી લાવી છુ ગિરધારી
દૂધ ગાયનું કાઢેલુ
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ...
 
સાકર નાખી ઘોળી અહી એલચી ચારોડી
દહીં બદામ કેસર ઘોળી
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ...
 
માખણને મિશ્રી લેજો દૂધ પાક પુરીનું કેજો
પ્રભુ જમીને દર્શન દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ...
 
ખારૂંને મોળું કેજો જે જોઈંએ તે માંગી લેજો રે
મને વધી પ્રસાદી દેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ...
 
ગોકુળયુ ઘેલું કીધું માવે માખણ ભાવે લીધું
ભલે પ્રેમ સહિત દૂધ પીધું
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ...
 
શ્રી વલ્લભદાસના સ્વામી ઘટઘટના અંતરયામી
પ્રભુ સંકટમાં સાથ રેજો
કટોરી ભરી લાવી છુ ગિરધારી
પ્રભુ પ્રેમ ભરીને હું ... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »