Dashamaa Chhodine Amne Na Jasho Re Lyrics in Gujarati

Dashamaa Chhodine Amne Na Jasho Re - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) 

Dashamaa Chhodine Amne Na Jasho Re Lyrics in Gujarati
| દશામાં છોડીને અમને ના જશો રે લિરિક્સ |
 
હો દશામાં છોડીને અમને ના જશો રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
હો એકલડાં મેલીને અમને ના જશો રે

અરે વહમી લાગે વિદાયુંની વેળા
દશામાં માડી થાશું હવે ક્યારે ભેળા રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
એકલડાં મેલીને અમને ના જશો રે

હો રોવે મારૂં રૂદિયું ને રોવે આંખલડી
કેમ કરી વળાવું હું તમને માવલડી
હો દિવસો મહિનાઓ મારા કેમ કરી જાશે
તમારા વિના મને ઘડીયે ના ગમશે

હે માં ઘર ના ઓરડા સુના સુના લાગશે
દશામાં માડી યાદ તમારી બહુ આવશે રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
એકલડાં મેલીને અમને ના જશો રે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો અમે તારા બાળ માડી તું અમારી માવડી
ક્યારેક તો ખબરૂ લેવા આવજે માં વહેલડી
હો વાટ જોઈશ આવતા વર્ષે વેહલા આવજો
અમારા દશા માડી ઘર પાવન કરજો

હો દહ દહ દાડાની માયા લાગી
ઓ દશા માડી કંકુ પગલીયે પધારજો રે
હો આવતા વર્ષે રે વેહલા આવજો રે
હો વેળા હર દશા માડી આવજો રે
હો આવતા વર્ષે વેહલા વેહલા આવજો રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »