Mogra Na Phool Sakhi Lyrics in Gujarati

Mogra Na Phool Sakhi - Vijay Chauhan
Singer & Music : Vijay Chauhan
Lyrics: Traditional , Label: Jazz Music & Studio
 
Mogra Na Phool Sakhi Lyrics in Gujarati
| મોગરના ફૂલ સખી લિરિક્સ ગુજરાતીમાં |
 
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ,
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ

લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી,
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી,
ખીલ્યાં ખીલ્યાં ત્યાં તો મનગમતાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ

ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી,
કેતકી કરેણ જાઈ જૂઈ અલબેલી,
મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ

ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું,
વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું,
એકસો ને આઠ ચૂંટ્યાં મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ

મોગરાની માળા ગૂંથી માવ કવિ રાયે,
કાવ્યની કુસુમ માળ કદી ના કરમાયે,
વિણગુણ એ માળા તણા મૂલ છે અમૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »