Naga Lakha Na Nehde Betho Lyrics in Gujarati

Naga Lakha Na Nehde Betho - Alpa Patel
Singer : Alpa Patel , Music : Dhaval Kapadiya
Lyrics : Kavi K.Dan , Label : Alpa Patel Official
 
Naga Lakha Na Nehde Betho Lyrics in Gujarati
| નગાલાખાના નેહડે બેઠો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
હો ...હો ...હો ...
નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું

હો ...નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો

એ ...હે ...સમદર ખારા ઘુઘવે સામા
એમાં પાપીયા પારખે જાય
એમાં પાપીયા પારખે જાય
ખારા જાળમાં વીરડા મીઠા
હો ...ખારા જાળમાં વીરડા મીઠા
મારો ઠાકર ગાળી જાય
મારો ઠાકર ગાળી જાય
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો

એ ...હે ...વાંજીયા મેણા ડોહ્યલી વાતું
ઈ તો કાળજા કોરી ખાય
અમારા કાળજા કોરી ખાય
વાંજીયાના ઘેર પારણા બાંધે
હો ...હો ...વાંજીયાના ઘેર પારણા બાંધે
હરખે હાલરડા ગાય
ઈ તો હરખે હાલરડા ગાય
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો

એ ...હે ...કાળી અંધારી મેઘલી રાતે
જે દી વહમી વેળા થાય
જયારે વહમી વેળા થાય
ઘોડલા લઈને ઘુમતો આવે
હો ...હો ...ઘોડલા લઈને ઘુમતો આવે
ઈ મારગે મુકી જાય
આવી મારગે મુકી જાય
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર મારો હાચવે ટાણું
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો

એ ...હે ...બુડતાના ઈ બાવડા જાલે
આરે ઉતારી જાય
ઠાકર આરે ઉતારી જાય
રાખ ભરોહો તો રાખશે લાજુ
હો ...હો ...રાખ ભરોહો તો રાખશે લાજુ
એના કેદાન ગુણલા ગાય
એના કેદાન ગુણલા ગાય
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
મારો દ્વારિકાવાળો દેવ
મારો દુવારીકાનો દેવ
ઠાકર મારૂં હાચવે ટાણું
ઠાકર આવી હાચવે ટાણું
ઠાકર મારૂં હાચવે ટાણું   

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »