Swaminarayan Aarti Lyrics in Gujarati

Swaminarayan Aarti - Muktanand Swami
 
Swaminarayan Aarti Lyrics in Gujarati
| સ્વામિનારાયણ આરતી લિરિક્સ ગુજરાતીમાં |
 
જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરૂ  સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

આ અવસર કરૂં ણાનિધિ, કરૂંણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...

જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરૂ  સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી...
ૐ જય સદ્‌ગુરૂ સ્વામી... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »