Prem Ni Vijogan Lyrics in Gujarati

Prem Ni Vijogan - Bhoomi Panchal
Singer : Bhoomi Panchal
Lyrics : Ajay Beldar , Music : Ravi-Rahul
 
Prem Ni Vijogan Lyrics in Gujarati
| પ્રેમ ની વિજોગણ લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો તારી હારે રાધા ને
હો હો તારી હારે રાધા ને મીરા બની એકલી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની આ અલગ અલગ રીતો બની છે કાના

હો તને મળ્યું સુખ ને
હો હો તને મળ્યું સુખ ને મને રે ઉદાસી વાલા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

શ્યામ ની વાટ જોતા આંખડી તરસી ગઈ
કાના ની યાદ માં હું વન વન ભટકી રઈ
હો શ્યામ ની વાટ જોતા આંખડી તરસી ગઈ
કાના ની યાદ માં હું વન વન ભટકી રઈ

હો પગની આંગળી મા
હો હો પગની આંગળી મા પડી ગયા ચીરા
પગની આંગળી મા પડી ગયા ચીરા
હો શ્યામ હારે રાધા રમે દર્શનની પ્યાસી મીરા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ પ્રેમ થી હું હારી કાના

હો કાના નું રૂપ જોવા આંખડી ભીંજાય છે
શ્યામ તને મળવા મારૂં મનડું મુંજાય છે
હો કાના નું રૂપ જોવા આંખડી ભીંજાય છે
શ્યામ તને મળવા મારૂં મનડું મુંજાય છે

હો મારા એક તારા મા
હો હો મારા એકતારામા શ્યામ ના સુર છે વાલા
મારા એકતારામા શ્યામ ના સુર છે વાલા
હો માધવ મારો વાલો ચિતડાં નો ચોર વાલા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

હો એકવાર મોહ ને તારી ચાખી કરી લવ
શ્યામ તારા ભાલે હું તિલક કરી લઉ
હો એકવાર મોહ ને તારી ચાખી કરી લવ
શ્યામ તારા ભાલે હું તિલક કરી લઉ

હો હૈયું નથી હાથ મારા
હો હો હૈયું નથી હાથ મારા તારા દર્શન વિના
હૈયું નથી હાથ મારા તારા દર્શન વિના
હો કિયા રે કારણિયે કાના મુજ થી રિસાય વાલા
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના

હો તારી હારે રાધા ને
હો હો તારી હારે રાધા ને મીરા બની એકલી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
હો પ્રેમ ની વિજોગણ ને પ્રેમ થી હું હારી કાના
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »