Mamalo Medane Padyo Lyrics in Gujarati

Mamalo Medane Padyo - Dev Pagli
 Singer :- Dev Pagli ( Golden Voice )
Lyrics :-  Dev Pagli & Harjeet Panesar
Music :-  Ravi - Rahul , Label :- Gangani Music 
 
Mamalo Medane Padyo Lyrics in Gujarati
| મામલો મેદાને પડ્યો લિરિક્સ ગુજરાતીમાં |
 
ભલીશે મારી માતા
અને ભલો એનો પાર
માતા રડતા રડતા ટહુકો પાડ્યો
હે હોંભળજે મારી માં
અને રાખજે મારી લાજ

આતો મામલો મેદાને પડ્યો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વારે ચડજો
હું તો તારા માટે માડી લડ્યો
હવે મારી વારે તમે ચડજો

એના સવાલ નો માડી જવાબ આપજો
ગરીબની તમે લાજ રે રાખજો
એના સવાલ નો માડી જવાબ આપજો
ગરીબની તમે લાજ રે રાખજો

આતો મામલો
આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વારે ચડજો
હું તો તારા માટે માં લડ્યો
હવે મારી હંભાર તમે લેજો લેજો
હવે મારા વારે તમે ચડજો માં

ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી
તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી
હે ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી
તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી
ભોળો હમજી માતા ભેળા રે રેજો
ગરીબ હમજી માં લાજરે રાખજો
ભોળો હમજી માં ભેળા રે રેજો
ગરીબ હમજી માં લાજરે રાખજો
આતો મામલો
આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા વારે ચડજો
હું તો તારા માટે માં લડ્યો
હવે મારી હંભાર તમે લેજો માં
આ ગરીબ ની હંભાર લેજો લેજો

હો આતો રૂપિયા વાળા જેલમાં પૂરાવશે
તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે માં
આતો રૂપિયા વાળા જેલમાં પૂરાવશે
તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે
માતા મારી ભેળી તો બીક નથી કોઈની
જે થાવું થાય હવે વાત છે વટની
માતા મારી ભેળી તો બીક નથી કોઈની
જે થાવું થાય હવે વાત છે વટની
આતો મામલો આતો મામલો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા ભેળી રહેજો
આતો મામલો મેદાને પડ્યો
મારી માતા ભેળી રહેજો મારા
મારી વારે તમે ચડજો માં
આ ગરીબ ની લાજ તમે રાખો માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »