Maa Aabaru Tara Hath Ma Lyrics in Gujarati

Maa Aabaru Tara Hath Ma - Dev Pagli
Singer : Dev Pagali
Music : Sunil - Jagdish
Lyrics : Chandu Raval
Label : Shree Ramdoot Music
 
Maa Aabaru Tara Hath Ma Lyrics in Gujarati
| માં આબરૂ તારા હાથમાં લિરિક્સ ગુજરાતીમાં|
 
ઓ હો એ આવો આવો
હે મારી માતા આવો
તને હાચા હૈદયથી જો પૂજી હશે
તો આજે વેળા વાળવા આવો
આજે ડૉક્ટર બધા છૂટી પડ્યા
અને અમે માં તૂટી પડ્યા
અને હવે જો તું આબરૂ રાખે તો
મારા કુળની ઈજ્જત આબરૂ બધી જાહે

એ બે હાથ જોડી માં અમે રડ્યાં
હો ડૉક્ટર હવે છૂટી પડ્યા
એ બે હાથ જોડી માં અમે રડ્યાં
ડૉક્ટર હવે છૂટી પડ્યા
અજવાળા પહેલા અંધારું થયું
લીલુ રે પોદડું હુંકાવા લાગ્યું
અજવાળા પહેલા અંધારું થયું
લીલુ રે પોદડું હુંકાવા લાગ્યું
માં આવો ગરીબની ઓતેડી હોભરી

હવે આબરૂ તારા હાથમાં છે માં
કુળની લાજ રાખજો માં
મારો પરિવાર તારા હાથમાં છે માં
મારી લાજ રાખજો માં

એ બે હાથ જોડી માં અમે રડ્યાં
ડૉક્ટર હવે છૂટી પડ્યા
હે તારા ચરણોની અમે રે ધૂળ રે
માફ કરજે અમારી ભૂલ રે
હે તારા પગની માં અમે રે ધૂળ રે
માફ કરજે અમારી ભૂલ રે
હો મોઢે ચંપલ રાખી માફી રે માંગુ
તારા આશિષ સિવાય કાંય ના માંગુ
મોઢે ચંપલ રાખી માફી રે માંગુ
તારા આશિષ સિવાય કાંય ના માંગુ
હવે તુજ આધાર મારો માવડી

હવે આબરૂ તારા હાથમાં છે માં
કુળની લાજ રાખજો માં
મારો પરિવાર તારા હાથમાં છે માં
મારી લાજ રાખજો માં

એ બે હાથ જોડી માં અમે રડ્યાં
ડૉક્ટર હવે છૂટી પડ્યા
હો દોન દાતારી માં બાકી નથી રાખ્યું
તોયે માં દાડા આવા કેમ રે ભાળું
હો દોન દાતારી માં બાકી નથી રાખ્યું
તોયે માં દાડા આવા કેમ રે ભાળું
હવેના લ્યો માં અમારા પારખા
તમારા બાલુડા અમે નથી પારકા
હવેના લ્યો માં અમારા પારખા
તમારા બાલુડા અમે નથી પારકા
હવે મીઠુંડી નજર રાખો માં

હવે આબરૂ તારા હાથમાં છે માં
કુળની લાજ રાખજો માં
મારો પરિવાર તારા હાથમાં છે માં
મારી લાજ રાખજો માં
હવે આબરૂ તારા હાથમાં છે માં
કુળની લાજ રાખજો માં
મારો પરિવાર તારા હાથમાં છે માં
મારી લાજ રાખજો માં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »