Aadharcard Lyrics in Gujarati

Aadharcard - Gaman Santhal
Singer : Gaman Santhal , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Gaman Santhal Official
 
Aadharcard Lyrics in Gujarati
| આધાર કાર્ડ લિરિક્સ ગુજરાતીમાં |
 
મારી ઓળખાણ મારી માતા મારે આધાર કાર્ડ ના જોવે રે
હે મારી ઓળખાણ મારી મારે મારે આધાર કાર્ડ ના જોવે રે
મારી સરકાર મારી સિંહણ મારે ચૂંટણી કાર્ડ ના જોવે રે
હો હો દેશ ના કાયદા માં કાગળિયા જોવે
અમારા નિયમ મારા માતા રે જોવે
દેશ ના કાયદા માં એ કાગળિયા જોવે
અમારા નિયમ મારા માતા રે જોવે
મારી લાઈફ મારી માતા વીમા પોલિસી ના જોવે રે
ઓ ઓ મારી ઓળખાણ મારી માતા મારે આધાર કાર્ડ ના જોવે રે

હો હો હો એકવાર જીવવાનું એકવાર મરવાનુ
મારી માતા કે એટલું જ કરવાનુ
એકવાર જીવવાનું એકવાર મરવાનુ
વિહત ચેહર કે એટલું જ કરવાનુ
હે અમારા ભુવાજી નું નાગજી ભઈ નામ
પડતા બોલે જીલે માડી કરે છે કામ
અમારા ભુવાજી નું વિશાલ ભઈ નામ
પડતા બોલે જીલે વિહત ચેહર કરે કામ
હો મારી મિલકત મારી માતા પાન કાર્ડ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ ચેહર વિહત મારે આધાર કાર્ડ ના જોવે રે

હે જ્યાં ભવ માં કર્યા હશે ગાયો ના પુન
એટલે આ ભવે મળ્યા વિહત મારી બુન
હો હો હો જ્યાં ભવ માં કર્યા હશે ગાયો ના પુન
એટલે આ કળયુગ મોં મળ્યા ચેહર મારી બુન
હો જૈમિન ભાણું સેવા કરે તમારી
હાચવજો એમને વાલા તું ગિરનારી
જીગર ખોભલ્યા સેવા કર એ તમારી
હાચવજો એમને વાલા તું ગિરનારી
મારો રૂપિયા મારી માતા મારે એ.ટી.એમ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ વિહત ચેહર મારે આધાર કાર્ડ ના જોવે રે

હો હો હો દુનિયા વાળવટ જોઈ રે જાતા
સંજય ભઈ ના ઘેર વિહત ચેહર પૂજાતા
એ જગત એવું વટ જોઈ રે જાતા
જીગર ભઈ ના ઘેર વિહત ચેહર પૂજાતા
હો દયા કરો તો માડી એવી રે કરજો
હમભાળે તને માડી અક્ષય ને મળજો
દયા કરો તો માડી એવી રે કરજો
હમભાળે તને માડી હઉ ને માં મળજો
ફન્ટ કાચ ઉપર નોમ વાજેન લાઇસન્સ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ વિહત માતા મારે આધાર કાર્ડ ના જોવે રે

હો વિહત ચેહર તારી વાટ ગિરનારી ગ્રુપ સદા એ જોવે રે
એ વિહત ચેહર ગ્રુપ એવું મારૂં નાગલપુર વાટ જોવે રે
સદા એ નાગલપુર ગિરનારી ગ્રુપ વાટ જોવે રે
મારી સરકાર ચેહર માતા મારે ચૂંટણી કાર્ડ ના જોવે રે
મારી ઓળખાણ વિહત માતા  મારે આધાર કાર્ડ જોવે રે
હો કોનજી ની ભગત મારી મેલડી ભેળી રેજે રે
ઓ..હો મોમા મોહાર ની મેલડી ભેળી રેજે રે 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »