Maa E Garbo Koravyo Lyrics in Gujarati

 

Maa E Garbo Koravyo - Hema Desai
Singer - Hema Desai
Label - Sona Rupa

 Maa E Garbo Koravyo Lyrics in Gujarati

(માં એ ગરબો કોરાવ્યો લિરિક્સ ગુજરાતીમાં)

  હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
 હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સકળનો લઈ ગરબો માથે ઘુમતી મોરી માત
સકળનો લઈ ગરબો માથે ઘુમતી મોરી માત

ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત
ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત

સકળનો લઈ ગરબો માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ ગયો નીતરી ઉમંગ
રમે જોગણીઓ સંગ માએ પાથર્યો
પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગપાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે

સાજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર
સાજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો  સોળ કળાનો વાઘ
ચારે જુગનો ચુડલો માનો  સોળ કળાનો વાઘ
અંબાના અણસારા વિના હાલે નહી પાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન

ચારે જુગનો ચુડલો માનો  સોળ કળાનો વાઘ
અંબાના અણસારા વિના હાલે નહી પાન
 માના રૂપની નહીં જોડ
માને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી કોડ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે

સાજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર
સાજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
www.gujaratitracks.com

હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
હે સંગ ઘૂમે છે બહુચરબાળી કે રંગ માં રંગ તાળી
હે સંગ ઘૂમે છે બહુચરબાળી કે રંગ માં રંગ તાળી
હે સોહે અંબે આરાસુર વાળી કે રંગ માં રંગ તાળી
હે સોહે અંબે આરાસુર વાળી કે રંગ માં રંગ તાળી
હે મારી માવલડી મતવાલી કે રંગ માં રંગ તાળી
હે મારી માવલડી મતવાલી કે રંગ માં રંગ તાળી
હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
હે રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે ઘૂમે ગબ્બર વાળી
 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »