Mogal Taro Aashro Lyrics in Gujarati


Mogal Taro Aashro - Jigardan Gadhavi
Singers - Kirtidan Gadhvi & Jigardan Gadhavi
Music Composer & Lyrics - Jigardan Gadhavi
Label - Jigrra
 
Mogal Taro Aashro Lyrics in Gujarati
(મોગલ તારો આશરો લિરિક્સ ગુજરાતીમાં)
 
માં મોગલ તારો આશરો
ઓ માં ઓ માં ઓ માં
માં મોગલ તારો આશરો
ઓ માં ઓ માં ઓ માં
મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે
આંગણિયે પારણા ઝુલાવજે માં
આંગણિયે પારણા ઝુલાવજે
દીવાની દિવેટને ઘી થી પલાળજે ને
નેહડા રૂડાં દીપાવજેમાં
નેહડા રૂડાં દીપાવજે
તારા ચારણોની ચડતી રાખજે ને માં
તારા છોરૂડા ચડતી રાખજે
માં રાખજે
ને આયલ ભણજેને મીઠો હોંકારો
માં મોગલ તારો આશરો
ઓ માં ઓ માં ઓ માં
માં મોગલ તારો આશરો
ઓ માં ઓ માં ઓ માં

એક હાથે ત્રિશૂળ તારા  એક હાથે મમતા
બેફિકર છોરુડા રમતા
હે માં બેફિકર છોરુડા રમતાં
ભુલીયે તને જો માં તું ના ભૂલતી
રાખજે તને ગમતા
 હે માઁ રાખજે તને ગમતાં
રખે તેડવાને આવે યમ કો'ક દિ
હે માં
હે માં
હે માં
હે રખે તેડવાને આવે યમ કો'ક દિ
જોને કો'ક દિ
મોગલ નામ લેતાં જાય જીવડો મારો
હે માં મોગલ તારો આશરો
હે માં હે માં હે માં
માં મોગલ તારો આશરો
હે માં હે માં હે માં

માં મોગલ તારો આશરો
હે માં હે માં હે માં
માં મોગલ તારો આશરો
હે માં હે માં હે માં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »