Bar Mahine Aatham No Dado Aayo Lyrics in Gujarati

Bar Mahine Aatham No Dado Aayo - Suresh Zala
Singer : Suresh Zala
Lyrics : Suresh Zala Singer  & Natvar Solanki
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official
 
Bar Mahine Aatham No Dado Aayo Lyrics in Gujarati
(બાર મહિને આઠ નો દાડો આયો લિરિક્સ ગુજરાતીમાં)
 
 હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો
હો મોલરી વાળા આવો દ્વારકા વાળા આવો
શોમળિયા મારા આવો મારા આવો દેવદુલારા તમે આવો
શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો
હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો
હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો
હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો
શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો
હે આવો આવો મીરા ના મોહન તમે આવો
હે આયો આયો બાર મહિને આઠમીયો દાડો આયો

હો ગોકુળ નગરી માં રાસ એ રચાવે
વોહળી ના સુરે આખું વૃર્દાવન ડોલાવે
હો હો હો નંદ નો છે લાલ માતા જશોદા નો જાયો
ડાકોર ના ઠાકોર તારો ચારે કોર જાય કારો
સુદર્શન ચક્ર ધારી આવો
મોર પીંછ વાળા આવો
વોહળી વાળા આવો હોના ની નગરી વાળા આવો
એ આવો આવો મીરા ના મોહન તમે આવો
એ આવો આવો આઠમ ના બાર વાગે આવો

હો પીળું પીતાંબર ને માથે મુંગટ વાળો
હોના ની નગરી નો રાજા કેવાનો
હો હો હો નરસિંહ મહેતા નો શેઠ એ શોમળિયો
પુરા કરે કોમ હઉના દેવ દ્વારકા વાળો
ગાયો નો ગોવાળ તમે આવો
માખણ ના ચોર તમે આવો
દરિયા ના દેવ તમે આવો
ધોળી ધજા વાળા તમે આવો
હે આવો આવો વડવાળા દેવ તમે આવો
હે આવો આવો ધોળી રે ધજા વાળા આવો
હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »