Mata Tane Raj Karavse Lyrics in Gujarati

Vijay Suvada - Mata Tane Raj Karavse
Singer : Vijay Suvada , Music : Dhaval Kapadiya
Lyrics : Hitesh Sobhasan , Label : Soorpancham Beats
 
Mata Tane Raj Karavse Lyrics in Gujarati
(માતા તને રાજ કરાવશે લિરિક્સ ગુજરાતીમા)
 
હો તું ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે
હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે
હો ઘડી બે ઘડી નહિ દહકો રે લાવશે
આવો આવો કહીને દુનિયા બોલાવશે
મારી માતાજી બધુ સારું બનાવશે

ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે
હો તું ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે

હો દુનિયા થાય રાજી અવળી પડે તો બાજી
એવું થવા ના દેતી માતાજી
હો દુનિયા થાય રાજી અવળી પડે તો બાજી
એવું થવા ના દેતી માતાજી

હો ભરોસો વિશ્વાસ રાખો એકધારો
કદી ના આવે પીલાવાનો આરો
મારી માતાજી એવું કરી રે બતાવશે
ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે

હો સારું જોઈ જાય દાઝી હોય એ ખોટે રાજી
મોઢે મીઠું બોલે એતો કરે હાજી હાજી
હો સારું જોઈ જાય દાઝી હોય એ ખોટે રાજી
મોઢે બોલે મીઠું એતો કરે હાજી હાજી
www.gujaratitracks.com

હો માણસની આશા ના રાખવી નકામી
નજર રાખો તમે માતાજીની સામી
મારી માતાજી બધુ સારું બનાવશે
ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે

હો સુખ દુઃખ તડકો છાયો એતો રે આયો ગયો
એમાં ના હારવાનું હોય મારા ભાયો
હો સુખ દુઃખ તડકો છાયો એતો રે આયો ગયો
એમાં ના હારવાનું હોય મારા ભઈયો

હો સાચું પડ્યું છે તારા ઘરમાં રે મોતી
મારી માતાજી બધુ સારું બનાવશે
ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે
હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે

હો હો હો
એ દેરા કરોડ પતિનો બંગલો જોઈ ન આપડું ઝૂંપડું ના પડી દેવાય
ચડતી પડતી તો સંસાર નો નિયમ સ દેરા
સુખ ન દુઃખ ન અંધારું અજવાળું
હારી ન દોયલી વેળા તો આવ ન જાય સંસાર નો નિયમ સ પણ
તું જીવનમાં કર્મ કરતો જા, મેહનત કરતો જા, મજૂરી કરતો જા
એ બનાવું ના બનાવું મારી માતાના એ હાથની વાત છે
તું ટેન્શન ના લે મારો માં ને બાપ

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »