Cham Aavu Karo Cho Lyrics in Gujarati

Cham Aavu Karo Cho - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Mayur Nadiya
Lyrics: Anand Mehra , Label- Saregama India Limited
 
 Cham Aavu Karo Cho Lyrics in Gujarati
(ચમ આવું કરો છો લિરિક્સ ગુજરાતીમા)
 
હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
હો મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો
હો મારી હાલત હોમી નજરે તમે જોવો છો  

તોઈ ચમ ઓખ આડા કોન તમે ધરો છો
હો ભૂલચૂક હોયતો જરા જણાવો અમને
મને મળ્યા વિના ચમનું ચાલે રે તમને
ચમ આવુ હો ચમ આવુ
ચમ આવુ કરો છો જરા કઈદો અમને
ચમ આવુ કરો છો જરા કઈદો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો

હો હજારો મેસેજ કરી હૂતો હવે થાકી
આવે ના રિપ્લાય લાગે નથી કાઈ બાકી
હો છોડી મને લાગે તમે કોઈ બીજાને રાખી
મનમાં ચાલે શું ના બગાડો ભવ આખી
www.gujaratitracks.com

હો રાખો વિશ્વાસ ફરી નઈ મળુ તમને
નથી રાખવો સબંધ તો કહીદો અમને
ચમ આવુ ચમ આવુ
હે ચમ આવુ કરો છો જરા કઈદો અમને
હો ચમ આવુ કરો છો જરા કઈદો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો  

હો દુખે છે આંખ રડી યાદમાં તમારા
રહી શું કમી કહીદો પ્યારમાં અમારા
હો એવું તે શું થયું તમે રાખો છો કિનારા
કેતા હતા પ્યારના નામે બાંધીશુ મિનારા

હો આંખે પાટા બાંધી સિદ હેંડો છો તમે
બળેલા દિલ પર ચમ ઘી રેડો તમે
ચમ આવુ ચમ આવુ
હે ચમ આવુ કરો છો જરા કઈદો અમને
હો ચમ આવુ કરો છો જરા કઈદો અમને

હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો
મૂડ ના હોઈ તો હોમી નજરોય ચોય ભરોછો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »