Jalsa Kar Bapu Jalsa Kar Lyrics in Gujarati


 Jalsa Kar Bapu Jalsa Kar - Devang Patel
Singer : Devang Patel
Music : Raju Singh
Lyrics : Devang Patel
Label : T-Series

Jalsa Kar Bapu Jalsa Kar Lyrics in Gujarati

બાપુ તુ બેસે દોડે સુવે જાગે જીવે મરે
એનાથી મને કોઈ ફરક નથી પડતો
પણ હૂ મારી ફરજ સમજી ને
તને કાઇક કરવા માટે કવ છુ
તારે આવુ કરવુ હોય તો
કર નહિ તો તેલ લેવા જા.

જીંદગી આ નાની છે પુરી વસુલ કર હય
દુનિયા ની તુ છોડી ને પોતાની ચિંતા કર હંમ
થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર હય
આ સલાહ માન મારી વિચારીયા વગર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
અરે લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

પડોશી ની બારી સામે ચીશો પાડી નાચ હય
રમીને ક્રિકેટ ઍના તોડી નાખ કાંચ હંમ
ઍનુ છાપુ ખેચી રોજ ઍનિ પેહલા વાંચ હય
જો આનાકાની કરે તો દઈ દે ગાળો પાંચ
એની મોટી છોકરી જોડે ભટક્યા કર
પડોશી જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

રોજ ઉઠી બાપા જોડે બસ્સો રૂપિયા માંગ હય
ના પાડે તો પાકીટ માથી પૈસા ચોરી ભાગ હંમ
ગુસ્સે થાય તોય પિક્ચર જોવા આખી રાત જાગ હય
બીડી ઍમની ફૂકી દેજે જ્યારે મળે લાગ
કહયુ ના ઍમનુ માન્યા કર
બાપા જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

બૈરી જોડે રોજે રોજ કર તકરાર હય
રોવે કકડે ના એની કર દરકાર હંમ
વીના વાંકે ડાબા ગાલે ધોલ ફટકાર હય
સામી થવા જાય તો કાઢી મુક ઘરબાર
એની સામે બીજી જોડે નખરા કર
બૈરી જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

ચાલુ ક્લાસે ગીતો ગાઈ સિસોટી વગાડ હય
ચોપડીઓ મા કરિશ્મા ના ફોટાઓ લગાડ હંમ
ગમે તેવુ ચિત્રી સ્કૂલ ની ભીતો ને બગાડ હય
હેરાન કરી માસ્તર ને ઉભી પૂછે ભગાડ
પરીક્ષા મા પેપર કોરુ છોડ્યા કર
ભણતર જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

નોકરી માથી ગુલ્લી મારી પિક્ચર જોવા જા હય
ઑફીસ મા લેડી ટાઇપિસ્ટ ની સામે ગીતો ગા હંમ
ઑફીસ ખર્ચે વારંવાર પીવા જજે ચા હય
બૉસ બોલ તો કઈ દે ભાઈ ડાયો બહુ ના થા
દર મહિને વીસ રજા પાડ્યા કર
નોકરી જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

ખૂબ પૈસા કમાઈ ને પણ ઇનકમ ટૅક્સ ના ભર હય
નકલી પાસપોર્ટ ઉપર આખી દુનિયા મા ફર હંમ
ગેર કાયદે જમીન ઉપર બાંધ મોટુ ઘર હય
બૅંકો નુ ગોટાડા કરી ઉઠમણૂ કર
પકડાવા ની બીક થી જરા ના ડર
કાયદો જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

પૈસા પાછા આપ નહી માંગી ને ઉધાર હય
ખોટા ખર્ચા કરી રોજ દેવુ ખૂબ વધાર હંમ
જે સામુ મળે એને બાટલા મા ઉતાર હય
ભલે લોકો કહે તને ગામ નો ઉતાર
લોકો ના પૈસે લીલા લેહેર કર
આબરૂ જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

શરીર ભલે વધે તોયે ખાવા મા રાખ ના કચાસ હય
પેટ ભલે બગડે પણ ખાજે ભજીયા પચાસ હંમ
વા વાયુ થાઈ તોયે ખાજે ખૂબ ખટાશ હય
શરદી ભલે હોય પીજે ઠંડા લસ્સી છાશ
દારૂ પીને બીડીઓ ફૂક્યા કર
તબિયત જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

ટ્રાફ્ફિક સિગ્નલ તોડી ગાડી બેફામ ભગાવ હય
ઑવર્ટેક કરી ને જોર થી બ્રેકો બહુ લગાવ હંમ
ટક્કર મારી વચ્ચે આવતા વાહનો ફગાવ હય
હૉર્ન મારી મોડી રાતે લોકો ને જગાવ
રસ્તા વચ્ચે ગાડી પાર્ક કર્યા કર
પોલીસ જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

ફૅશન કરવા ગમે તેવા કાઢજે ગાંડા હય
બરમુડા પેહરી લટકતા રાખજે નાડા હંમ
વાળ અડધા ઉભા અડધા રાખજે આડા હય
રાતેય પેહરી ને ફરજે ગૉગલ્સ જાડા
ના આવડે તોયે અંગ્રેજી મા વાતો કર
શરમ જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

મોટે થી ખોખાર ભલે લોકો જુવે ચાર હય
ચા કૉફી પિતા પિતા સબડકા માર હંમ
કાન ખંજાવાડ નાખી પેન્સિલ ની ધાર હય
ગંદુ નાક લુછ હાથ વડે વારંવાર
મો કોઈ બગાડે એની પરવા ના કર
મૅનર્સ જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

બોમ્બ ફૂટે ચારે બાજુ ને લોકો મરે હય
સરકાર જોઈ રહી ને કશું ના કરે હંમ
દેશ ના ભોગે પ્રધાનો પોતાના પેટ ભરે હય
ગરિબડી પ્રજાની વાતો કાને કોણ ધરે
કંઈક કરવુ જોઈયે આવો વિચાર ના કર
દેશ જાય તેલ લેવા જલસા કર

જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

આ બધી વાતો ને ના કાને ધરતો હય
મારૂ કહેલુ પાછુ જોજે કરતો હંમ
માફ કરજે મને ને કરજે જતો હય
હૂ તો ખાલી ગમ્મત ખાતર હસતો હતો
તોય જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
જલસા કર બાપુ જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર

અરે લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર
લટકા કર બાપુ મટકા કર
જાય બધા તેલ લેવા જલસા કર

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »