Yamuna Jal Ma Kesar Gholi Snan Karavu Shamla Lyrics in Gujarati

Yamuna Jal Ma Kesar Gholi Snan Karavu Shamla - Hemant Chauhan
Singer : Hemant Chauhan
Lyrics : Traditional
Music : Appu
Label : Soor Mandir
 
Yamuna Jal Ma Kesar Gholi Snan Karavu Shamla Lyrics in Gujarati
 
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા

ઝીણા વસ્ત્રે અંગ લૂછી પહેરાવું પીતાંબર વ્હાલમાં
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તે વાળમાં

કુમકુમ કેરા તિલક લગાવું ત્રીકમ તારા ભાલમાં

અલબેલી આંખોમા આજુ
અલબેલી આંખોમા આજુ અંજન મારા વ્હાલમાં

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હસ્તી જાઉ વાટે ને ઘાટે નાચી ઉઠું તાલમાં
હસ્તી જાઉ વાટે ને ઘાટે નાચી ઉઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદરને
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

પ્રાણ સ્વરૂપ પ્રીતમજી મારો હાથ સોંપ્યો તમ હાથમાં

ભવ ભવની ભક્તિ આપી ને
ભવ ભવની ભક્તિ આપી શામળિયા રેજો સાથમાં

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા

ઝીણા વસ્ત્રે અંગ લૂછી પહેરાવું પીતાંબર વ્હાલમાં
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તે વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »