Ajvada Karje Ambe Maa Lyrics in Gujarati

Ajvada Karje Ambe Maa - Dev Pagli
Singer : Dev Pagli
Music : Ravi - Rahul
Lyrics : Ramesh Patel , Dev Pagli
Label : Ekta Sound
 
Ajvada Karje Ambe Maa Lyrics in Gujarati
 
એ અજવાળા કરજે અંબે માં
એ અજવાળા કરજે અંબે માં
અમે તારા દરબારે આયા રે
એ દુનિયા કહે હાચી હોભળેલી વાત માં
સુખના દાડા હૌના લાયા રે
હે વેળા વારજે મારા કપરા સમયની
સુખની છોયડી લઈને આય
બીકયું લાગે મને જુલ્મી દુનિયાની
કળિયુગમાં વાયરો કાળો વાય

એ અજવાળા કરજે અંબે માં
અમે તારા દરબારે આયા રે
માડી તારા દરબારે આયા રે

એ હે ઈજ્જત આબરૂનો સવાલ માં
આવી ને આજ ઉભો રે હો માં
નોની દીકરી મોટી થઇ
વેવારની લાજ રાખજે માં
નોની દીકરી મોટી થઇ
વેવારની લાજ રાખજે માં

હો કર્મે લખાઈ છે કહાની અમારી
અમી નજરમાં જોઈએ છે તારી
હો માંગતા માં મને લાજ રે આવે
તારા વગર મારુ કોઈ ના થાવે
હો દોતાના રોણાની વેળા વારી
મારી રે વેળા વાળજે તું માં
અખેચંદ્ર વોંણીયાની નાવડી તારી
એવી મારી રે નાવડી તું તારજે માં

એ અજવાળા કરજે અંબે માં
અમે તારા દરબારે આયા રે
માડી તારા દરબારે આયા રે

અંબેમા એ પરચા પૂર્યા મારા ભઈ
વાત આખા જગમાં જોણીતી થઇ
મારી માં એ પરચા પૂર્યા મારા ભઈ
વાત આખી જગમાં જોણીતી થઇ

હો માડી તારા દરબારામાં જે કોઈ આવે
ખાલી હાથે કદી પાછું ના જાવે
હો થોડાંમાંથી માં થોડું એ આપે
જનમ મરણના દુખડા માં કાપે
હો જીવનની લાજ મારી માં તારા જ હાથ છે
જોજે ભરોસો તૂટી જાય ના માં
મુજયો દુખિયાની માં અરજયો સુણજો
ઝાલ્યો છે હાથ છૂટી જાયના માં

એ અજવાળા કરજે અંબે માં
અમે તારા દરબારે આયા રે
એ દુનિયા કહે હાચી હોભળેલી વાત માં
સુખના દાડા હૌના લાયા રે
અમે તારા દરબારે આયા રે
અમે તારા દરબારે આયા રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »