Kedo Re Maradine Parnore Vira Mara Lyrics in Gujarati

Kedore Maradine Parnore Vira Mara - Hiral Raval
Singer - Hiral Raval
Lyrics - Baldevsinh Chauhan
Music - Dipesh Chavda
Label - SCV Films
 
Kedo re Maradine Parnore Vira Mara Lyrics in Gujarati
 
મોડવે ઢોલ ઢબૂકીયા
અને હરખે મારુ મન
એ વીરડો મારો પરણે આજે
એવો આયો આયો લગન નો દન

અલ્યા કેડો રે મરડી મરડીન
કેડો રે મરડી મરડીન
પરણો રે વીરા મારા માતા નો મન મોટો સે

અલ્યા કેડો રે મરડી મરડીન
કેડો રે મરડી મરડીન
પરણો રે વીરા મારા બાપુ નો મન મોટો સે

એ ઘુઘરિયાળો ઢોલ વીરા
ચઇ દિશા માં વાગ્યો રે
એ ઘુઘરિયાળો ઢોલ વીરા
ચઇ દિશા માં વાગ્યો રે

એ હરખે ન હોંશે ઘોડે
હરખે ન હોંશે ઘોડે
ચડો ને વીરા મારા કાકા નો મન મોટો સે
અલ્યા મોમાં નો મન મોટો સે

એ હે કાળી મેસો ની ચોકડી પડાવો
વીરો મારો ઘોડે ચડ્યો
એ બેની વીરા ની લુણ ખખરાવો
વીરો મારો ઘોડે ચડ્યો

એ લક્કી જોવે તો વીરા લક્કી લઇ આલુ
લાડે ને ઘોડે હૂતો તમને પૈણાવું
અલ્યા દોરા જોવ તો દોરા લઇ આલુ
હરકે ન હોંશે હૂતો તમન પૈણાવું

ઘુઘરિયાળો ઢોલ વીરા ચઇ દિશા માં વાગ્યો રે
ઘુઘરિયાળો ઢોલ વીરા ચઇ દિશા માં વાગ્યો રે
અલ્યા કેડો રે મરડી મરડીન
કેડો રે મરડી મરડીન
પરણો રે વીરા મારા બેની નો મન મોટો સે
એ ફઈ બા નો મન મોટો સે

અલ્યા ડાભરી માં ચાર મોતી બે આલો બે રાખો રે
એક આલો જીગા ભઈન બીજી આલો વાસુ ભઈન
બે આલો બે રાખો રે
હે વેવોણ ડાભરી માં ચાર મોતી બે આલો બે રાખો રે

પીઠી થી ભરેલો મારો આ વિરલો
લાગેશે એતો સુપર હીરો
હા હા રજવાડી સાફો ને પેર્યા સે શૂટ-બુટ
લાગેશે ટના ટન વીરો મારો ક્યુટ ક્યુટ

ઘુઘરિયાળો ઢોલ વીરા ચઇ દિશા માં વાગ્યો રે
ઘુઘરિયાળો ઢોલ વીરા ચઇ દિશા માં વાગ્યો રે
અલ્યા કેડો રે મરડી મરડીન
કેડો રે મરડી મરડીન
પરણે રે વીરા મારા માતા નો મન મોટો સે
એ વીરા હગા વાલો નો મન મોટો સે
અલ્યા વેવાઈ નો મન મોટો સે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »