Dholida-Hinch Levi Chhe Lyrics - Sonu Barot

Dholida-Hinch Levi Chhe - Sonu Barot
Singer : Sonu Barot
Music : Mayur Nadiya
Lyrics:Traditional & Manu Rabari
Music Label : Shri Ram Audio
 
 Dholida-Hinch Levi Chhe  Lyrics in Gujarati
 
હે ઓઢીને ઓઢણું ને લહેરાતું લેરિયું
હા ગરબે રમવાને ચિત્ત ચકડોળે ચડિયું
હે ઓઢીને ઓઢણું ને લહેરાતું લેરિયું
ગરબે રમવાને ચિત્ત ચકડોળે ચડિયું...

હા રૂડી આ નવલી રાતે
મનના માનેલ સાથે
રૂડી આ નવલી રાતે
મનના માનેલ સાથે
ગરબે રમે મધરાતે
ઢોલીડા...

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે

હો અંગે અંગરખું ને પગે પગરખું
અંગે અંગરખું ને પગે પગરખું
કેડે કંદોરાનો લટકે છે ઝુમખુ

હા સૈયર સાથે હાલી થઇને રમવા ઘેલી
સૈયર સાથે હાલી થઇ ને રમવા ઘેલી
ગરબે રમે મધરાતે
ઢોલીડા

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે...

હો ઘીરદાર ઘાંઘરોને રંગદાર ચૂડી
હા ઘીરદાર ઘાંઘરોને રંગદાર ચૂડી
રંગમાં રમે જાણે ગોમડાની ગોરી

હા હરખે હાથ હિલોળે
પાડે સૌ સાથે તાલે
રુમજુમ હાથ હિલોળે
પાડે સૌ સાથે તાલે
ગરબે રમે મધરાતે
ઢોલીડા

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે....
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »