Na Malyu Gamtu Sasru Lyrics in Gujarati | ના મળ્યું ગમતું સાસરું લિરિક્સ ગુજરાતીમાં

Na Malyu Gamtu Sasru - Vishal Hapor
Singer : Vishal Hapor , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jhankar Music
 
Na Malyu Gamtu Sasru Lyrics in Gujarati
| ના મળ્યું ગમતું સાસરું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો કંકોતરી છપોણી ને લીધા તારા વીવા...(૩)  
તારા રે લગન માં બકા ગીતો ગાવશે ચેવા
એ દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી...(૨)  
તમને ના મળ્યું ગમતું હાહરું રે 
એ નેહાકા નોખી ને લમણાં વાળો ઓ વાલી મારી 
તમને ના મળ્યું જોતુ હાહરું રે 
હો તમને ના મળ્યું ગમતું હાહરું રે ...

હો નવું નવું નવ દાડા પસી પસ્તાશો 
અમને હમભરી ને બહુ રે વિલાસો 
હો ઠીબડો  ઘસ્યા માં તારી જવાની રે જાશે
છોકરા હચવ્યા માં ઉંમર વીતી જાશે 
હો રૂપ સુંદરી કરમાઈ ને કરશે ઘર ની સેવા...(૨) 
તારી રે એંગ્જમેન્ટ માં ગીતો વાગશે ચેવા
એ મારા હોમે જોઈ ને જીવ બાળો ઓ વાલી મારી...(૨)  
તમને ના મળ્યું ગમતું હાહરું રે
દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
તમને ના મળ્યું જોતુ હાહરું રે
હો તમને ના મળ્યું ગમતું હાહરું રે ...

હો અમે હોત તો તમને બહુ રે ભણાવોત 
પીટીસી કરાવી ને માસ્તરાની બનાવોત
ફુર્ટ અને કાજુ બદામ તમને ખવડાવોત  
કોમ વાળો રાખી તમને શેઠાણી બનાવત
રોણી કરી રાખોત જો હોત મારા જેવા...(૨)  
તારા રે લગન માં બકા ગીતો ગાવશે ચેવા
હે પસ્તાવો કરીને ઓંહું પાડો રે ઓ વાલી મારી..(૨)
તમને ના મળ્યું ગમતું હાહરું રે
એ દર્શન કરીને મનડા વાળો રે વાલી મારી
તમને ના મળ્યું જોતુ હાહરું રે 
હો તમને ના મળ્યું ભાવતુ હાહરું રે
હો તમને ના મળ્યું હારુ હાહરું રે...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »