Dundala Dev Garbo Lyrics in Gujarati
| દુંદાળા દેવ ગરબો ગીતો ગુજરાતીમાં
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
સૌ કરતાં સેવ શુદ્ધ બુધ ના સ્વામી ને ચરણે લાગું
તમે ગજમુખ સન્મુખ છો સ્વામી
ઘણું રૂપ દીસે ના મળે ખામી
દુખ ટાળો ને અંતરયામિ
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
મુખડું સિંદુર થી છે રાતું
લાડુ લઇ સૂંઢ વળે ખાતું
તારું રૂપ દીસે છે મદમાતું
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
તારે ચાર ભુજા છે રૂપાળી
કમંડળ ફરશી અંકુશ વાળી
ચોથે કર પંકજ જપમાંલી
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
મસ્તક મુગટ હીરા ઝળકે
કાને મુક્ત ફળ બે લટકે
ભાલ તિલક સુંદર લળકે
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
તારે વાહન ઉંદર રૂપાળું
તે દીસે છે કાજળ સમ કાળું
તને હ્રિદય કમળ થી બહુ વ્હાલું
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
રિદ્ધી સિદ્ધિ કુંવરી છે તારી
તે ક્ષેમકુશળની કરનારી
જેની વાણી થી સરસ્વતી હારી
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું
ભટ્ટ વલ્લભ સેવક છે તારો
તેને કૃપા કરી ને બાંયે ઝાલો
તેને ચરણ કમળમાં નિત્ય રાખો
દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું

ConversionConversion EmoticonEmoticon