Latkadi Matkadi - Kaushik Bharwad & Sonali Sonawane
Singers : Kaushik Bharwad & Sonali Sonawane
Music : Vishal Vagheswari
Lyrics : Anil Meer & Rahul Dafda , Label : Yati Music
Singers : Kaushik Bharwad & Sonali Sonawane
Music : Vishal Vagheswari
Lyrics : Anil Meer & Rahul Dafda , Label : Yati Music
Latkadi Matkadi Lyrics in Gujarati
| લટકાળી મટકાળી લિરિક્સ ગુજરાતીમાં
તારો ઘેરદાર ઘાઘરો ઘમ્મર ઘૂમે.. ઘેરદાર..(2)
ધરતી આકાશ તને જોઈ જુમે
બઉ ગમે તું મને.. ક્યારે
હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે..
હે જ્યારે ગુજરાતી છોકરી ગરબે રમે
તમે ગરબે રમતા રાધા રાણી લાગો
કટારી જેમ મારા રુદીએ વાગો
મારો ચમકતો ચહેરો મને બહુ ગમે..,(2)
આ રાધાની હારે જાણે કાનો રમે
બહુ ગમે તું મને.. ક્યારે..
હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે..
હે ગુજરાતી છોકરી ગરબે રમે
હે કંચન વરણી આ તારી કાયા
આંખ મળી નેણ નુગરા થયા
પલકારો ના લવ તને જોતો રઉ
માંગ્યા વિના તને દિલ દઈ દઉ..
મેના રાણી કાયમ મલકાતા રેજો
મારા દિલમાં કાયમ ધડકતા રેજો..
તારી ચુંદડીમાં તારલા ટમ ટમે
મારા દિલ હારે તારું દિલ રમે
બહુ ગમે તું મને.. ક્યારે..
હે જ્યારે મારી બનીને તું ગરબે રમે
હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે..
અડધી વઇ ગઈ રાત અડધી બાકી
જન્મો જનમની પ્રીત લે બાંધી..
મારા પ્રેમના ધબકારા સંભળાય કાને
કરીએ કંકુના કોક સમજાવો આને..
થોડા દિ માં બનશે ઇ ભાભી તમારી
આ દિવાળીએ હશે મારી ઘરવાળી..
તારો ઘેરદાર ઘાઘરો ઘમ્મર ઘૂમે.. ઘેરદાર..(2)
ધરતી આકાશ તને જોઈ જુમે
બઉ ગમે તું મને.. ક્યારે
હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે..
હે જ્યારે ગુજરાતી છોકરી ગરબે રમે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon