Koyaldi Mari Re Lyrics in Gujarati | કોયલડી મારી રે લિરિક્સ ગુજરાતીમાં

Koyaldi Mari Re - Gopal Bharwad & Kavita Das
Singer : Gopal Bharwad & Kavita Das
Music : Dipesh Chavda , Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
 
Koyaldi Mari Re Lyrics in Gujarati
| કોયલડી મારી રે લિરિક્સ ગુજરાતીમાં 
 
કોયલડી મારી રે
મારા દલ ની ડાળે રે ટહુકા કરજો
વાલમીયા મારા રે
તમે દાલ ની ડાળે રે હિચકો બાંધજો

હો તારી મારી સાત જનમ ની જોડી
રાખું તને કાળજડે હુ કોરી
તારા રૂદિયા ની હુ રાણી
તારા એક સાદે હુ આવુ દોડી

કોયલડી મારી રે
મારા દલ ના આંગણીયે પગલા પાડજો
વાલમીયા મારા રે
તારા દલ ની ડાળે રે ઝુમઝુમ આવસુ

હો તુ ના બોલે તો વાતુ માંગુ કોની સામે
તારા મારા પ્રેમ ની વાત લખું લીલા પાને
હો સાચી પ્રિત્યુ આપણી તમે જોવો આથમણી આંખે
આંખ્યુ બંધ કરશો તો જોવા મળશુ સામે

હો તારી વાતો બધી આ હાચી
મારા આ દલ હામે લ્યો તાકી
સુ કઈ રાતો ની રાતો જાગી
રાત દિન એક જ તમને માંગી

કોયલડી મારી રે
તમે ખરતા તારલિયા જોઈ મને માંગજો
વાલમીયા મારા રે
તમે માંગેલી દુઆ મા અમને મળજો

ઓ સાંભળ્યા કરું વાલી આ તારા મીઠા બોલ રે
મારુ દલ મને કહે મારા માટે તુ અનમોલ રે
હો લીલી રે વનરાયુ મા મોરલિયો રે દેખુ
વાલમ તારા પ્રેમ નો મેં કસુંબો રે પીધો

હો તમે થોડુ હૈયે થી હરખાવો
આવી મારા મન ની મેડિયે માલો
કોયલડી ગમતી ચૂંદડી લાવો
એમાં મોરલીયા ચિત્રાવો

કોયલડી મારી રે
મારા દલ ની ડાળે રે ટહુકા કરજો
મોરલીયા મારા રે
તમે દલ ની ડાળે રે ટહુકા કરજો

હો મારી માંગેલી દુઆ મા અમને મળજો
હો તમે દલ ની ડાળે રે હિચકો બાંધજો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »