Fudadi Lyrics in Gujarati | ફૂદડી લિરિક્સ ગુજરાતીમાં

Fudadi -Jigardan Gadhavi 
Singer & Lyrics - Jigardan Gadhavi 
Music - Mir Desai , Label - Jigrra
 
Fudadi Lyrics in Gujarati
| ફૂદડી લિરિક્સ ગુજરાતીમાં
 
લે ફરરર ફૂદડી 
લે ફરરર ફૂદડી 
ઉડે ભલે ચૂંદડી તારી 
લે ફરરર ફૂદડી 

ઉલાળા ઉલાળા લ્યો બરાબર ઉલાળા 
ઉલાળા ઉલાળા રૂડાં 
સીમાડા સીમાડા ભૂલી બધા સીમાડા
થવા દે ધીંગાણાં 
ધમ ધમ ધમ ધમ ધમાધમ 

એ તને સાસુ વઢે ....
ભલે વઢે રે 
કે તને સસરા વઢે 
ભલે વઢે રે 
કે તારી નણંદ બળે 
ભલે બળે રે 
રોજ મેણાં મારે 
ભલે મારે રે 

એક દિયર મારો દિયર કળે 
એને બધી ખબર પડે
પરણ્યો ઘીરે નથી 
ક્યારે આવે ખબર નથી 

એની રે વાટ માં હું 
હવે ના એક સહુ 
લ્યો બાયું તમનેય હું મંતર કહું કે 

લે ફરરર ફૂદડી 
લે ફરરર ફૂદડી 
ઉડે ભલે ચૂંદડી તારી 
લે ફરરર ફૂદડી 

ઉલાળા ઉલાળા લ્યો બરાબર ઉલાળા 
ઉલાળા ઉલાળા રૂડાં 
સીમાડા સીમાડા ભૂલી બધા સીમાડા
થવા દે ધીંગાણાં 
ધમ ધમ ધમ ધમ ધમાધમ 

ધ્રા દિબાંગ ધ્રા ધીબાન્ગ ધીધીકટ ધીધીકટ દિબાંગ 
ધ્રા ધીબાન્ગ ઢોલ આજ ધબકે રે લોલ 
ઝીણા ઝીણા ઝીણા ઝીણા ઝીણા તારલીયા
ઝીણા ઝીણા ઝીણા આજ ઝબકે રે લોલ 

ધ્રા દિબાંગ ધ્રા ધીબાન્ગ ધીધીકટ ધીધીકટ દિબાંગ 
ધ્રા ધીબાન્ગ ઢોલ આજ ધબકે રે લોલ
વેલા વેલા વેલા વેલા આવો ઓ પિયુ મારા
તમો વિના જીવ મારો અટકે રે લોલ.
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »